Hadith for the World
Tap the image to view it full size
અકીદો

ઉમ્મે દરદાઅ અને અબૂદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે:

Available in 41 languages
«ઉમ્મે દરદાઅ અને અબૂદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે, દુઆ કરનાર પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે જ્યારે પણ તે પોતાના ગેરહાજર ભાઈ માટે દુઆ કરે છે તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: અલ્લાહ કબૂલ કરે અને (દુઆ કરનાર) ને પણ તેના જેવું જ આપે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ કબૂલ કરવામાં આવે છે; કારણકે તેમાં અત્યંત નિખાલસતા હોય છે, તેની પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે, જ્યારે પણ દુઆ કરનાર પોતાના ભાઈ માટે દુઆ કરે છે, તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: આમીન અને તમારા માટે પણ તે જે તમે દુઆ કરી.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality