Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબુ કતાદાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 54 languages
«અબુ કતાદાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ખુશ કરવાવાળા સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને તે સપના જે નાપસંદ હોય, અથવા દુ:ખી કરે તે શૈતાન તરફથી હોય છે. બસ જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુઓ તો પોતાની ડાબી બાજુ થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે; આમ કરવાથી તેને નુકસાન નહીં પહોંચે, જેને અલ્લાહ તઆલાએ તેને તે વસ્તુના પરિણામે સુરક્ષાનું કારણ બનાવ્યું છે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality