Hadith for the World
Topic

હદીષ અને તેના વિષયો

3 hadiths

3 hadiths

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺએ કહ્યુ: «મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સમુરહ બિન જુનદુબ અને મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તે બંને એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».رواه مسلم في مقدمته
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»મુત્તફકુન્ અલયહિ