8 hadiths
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે, જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની કરશે, જે કોઈ મુસલમાનની ખામી છુપાવશે તો અલ્લાહ તઆલા દુનિયા અને આખિરતમાં તેની ખામી છુપાવશે, અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો પોતાના ભાઈની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ પર ચાલશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે, જ્યારે કોઈ કોમ અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં ભેગી થઈ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે અને તેને એકબીજાને શીખવાડતા હશે તો તેમના પર સકીનત (શાંતિ) ઉતારવામાં આવે છે, અલ્લાહની રહમત તેમને ઢાંકી લે છે, અને અલ્લાહ પોતાની પાસે હાજર ફરિશ્તાઓ સામે તેમનું વર્ણન કરે છે, અને જેનો અમલ તેને પાછળ કરી દેશે તો તેનો નસબ (ખાનદાન) તેને આગળ લઈ જઈ નહીં શકે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે