અકીદોતકદીર અને અલ્લાહના આદેશ પર ઈમાન
8 hadiths
8 hadiths
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વાર હું આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: « હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લો કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા માંગે તો તેઓ તને એના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહ એ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉઠાવી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની મનેચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે 'જો શબ્દ' શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે