Hadith for the World
પ્રસંશનીય આદતો

આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની ભેટ

7 hadiths

7 hadiths

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં.મુત્તફકુન્ અલયહિ
હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.મુત્તફકુન્ અલયહિ
ઝૈનબ બિનતે જહશ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ઘરે આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ જ પરેશાન હતા અને કહી રહ્યા હતા: «અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને માજૂજની દિવાલમાં આટલું કાળું પડી ગયું છે» અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અંગૂઠો અને તેની બાજુની આંગળીથી ગોળ આકાર બનાવી બતાવ્યું, ઝૈનબ બિન્તે જહશે રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! અમને પણ નષ્ટ કરવામાં આવશે જ્યારે કે અમારી વચ્ચે નેક લોકો પણ હશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, જ્યારે ગુનાહ વધી જશે».મુત્તફકુન્ અલયહિ
عن عائشة رضي الله عنها قالت: كان رسولُ اللهِ صلى الله عليه وسلم إذا فَاتَتْهُ الصَّلَاةُ مِنَ الليلِ مِن وَجَعٍ أَوْ غَيْرِهِ، صَلَّى من النَّهَارِ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً.رواه مسلم
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺના કેટલાક સહાબાઓ નબી ﷺની કેટલીક પત્નીઓને નબી ﷺના ઘરના કાર્યો વિષે સવાલ કર્યો? (તેમની સ્થિતિ જાણી) કેટલાક લોકોએ કહ્યું: હું સ્ત્રી સાથે શાદી નહીં કરું, અને કેટલાક લોકોએ કહ્યું: હું મટન નહીં ખાઉં, અને કેટલાક લોકોએ કહ્યું: હું ગાદલાં પણ નહીં સૂઈ જાઉં, બસ જ્યારે આ વાત નબી ﷺને પહોંચી તો કહ્યું: «લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી».મુત્તફકુન્ અલયહિ
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: إِنَّ خَيَّاطًا دَعَا رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِطَعَامٍ صَنَعَهُ، قَالَ أَنَسُ بْنُ مَالِكٍ: فَذَهَبْتُ مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى ذَلِكَ الطَّعَامِ، فَقَرَّبَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خُبْزًا وَمَرَقًا، فِيهِ دُبَّاءٌ وَقَدِيدٌ، فَرَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَتَبَّعُ الدُّبَّاءَ مِنْ حَوَالَيِ القَصْعَةِ، قَالَ: فَلَمْ أَزَلْ أُحِبُّ الدُّبَّاءَ مِنْ يَوْمِئِذٍ.متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: કહેવામાં આવ્યું: હે અલ્લાહના પયગંબર! મુશરિકો વિરુદ્ધ દુઆ કરો, તો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને શાપ આપનારો બનાવી મોકલવામાં નથી આવ્યો, પરંતુ મને દયા તરીકે મોકલવામાં આવ્યો છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે