Hadith for the World
અકીદો

નામો અને આદેશો

22 hadiths

22 hadiths

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે, (તેની સ્થિતિ એ હશે કે) માનવી સવારે મોમિન હશે, તો સાંજે કાફિર અને સાંજે મોમિન હશે, તો સવારે કાફિર હશે, દુનિયાની સામાન્ય વસ્તુઓના બદલામાં માનવી પોતાનો દીન વેચી દેશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «الإيمانُ بِضْعٌ وَسَبْعُونَ أو بِضْعٌ وسِتُّونَ شُعْبَةً: فَأَفْضَلُهَا قَوْلُ: لا إله إلا الله، وَأَدْنَاهَا إِمَاطَةُ الأَذَى عَنِ الطَّرِيقِ، وَالحَيَاءُ شُعْبَةٌ مِنَ الإِيمَانِ».متفق عليه
અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે: «હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા, મારો મજબૂત ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સમેત આગ લગાવી દઉં».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે, અને જેણે કોઈને ગુનાહની દઅવત આપી, તો તેના પર પણ તે ગુનાહ કરનારના ગુનાહનો ભાર હશે, અને તેના ગુનાહમાં સહેજ પણ કમી કરવામાં નહીં આવે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો), કયામતના દિવસે જ્યારે અલ્લાહ તઆલા લોકોને તેમના અમલનો બદલો આપશે તે સમયે અલ્લાહ તઆલા કહેશે: તે લોકો પાસે ચાલ્યા જાઓ, જેમના માટે દુનિયામાં તમે અમલ કરતા હતા, અને જાવ જુઓ તેમની પાસે તમારા માટે કંઈ બદલો છે?».આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن عبد الله بن عمرو بن العاص - رضي الله عنه- مرفوعاً: "مَن ردته الطِّيَرَة عن حاجته فقد أشرك، قالوا: فما كفارة ذلك؟ قال: أن تقول: اللهم لا خير إلا خيرك، ولا طَيْرَ إِلَّا طَيْرُكَ ولا إله غيرك".رواه أحمد
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે».મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ ની એક પત્ની રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «ઈમાનની સિત્તેરથી વધુ શાખાઓ છે, અથવા કહ્યું કે સાઈઠથી વધુ શાખાઓ છે, સૌથી શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું અને સૌથી નીચો દરજ્જો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુ દૂર કરવી, અને હયા પણ ઇમાનની શાખાઓ માંથી છે».મુત્તફકુન્ અલયહિ
બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અમાનતની કસમ ખાધી, તો તે અમારા માંથી નથી».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».મુત્તફકુન્ અલયહિ
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, અને નમાઝ નૂર છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાના નફસને વેચીને પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! જુદઆનનો પુત્ર અજ્ઞાનતાના સમયે સંબંધ જોડતો હતો (સગા વહાલા સાથે સારો વ્યવહાર કરતો હતો), ગરીબોને ખાવાનું ખવડાવતો હતો, શું આ કાર્ય તેને કોઈ ફાયદો પહોંચાડશે? નબી ﷺ એ કહ્યું: «તેને કોઈ ફાયદો નહીં પહોંચે, કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: "ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ: أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إِلَّا لِلَّهِ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ".متفق عليه
અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહને પોતાનો પાલનહાર, ઇસ્લામને દીન અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પોતાનો પયગંબર માની લે, તો તેણે ઈમાનની મીઠાસનો સ્વાદ ચાખી લીધો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن جابر بن عبد الله قال: كان رسول الله صلى الله عليه وسلم إذا خطب احمرَّتْ عيناه، وعلا صوته، واشتد غضبه، حتى كأنه مُنذِرُ جيشٍ يقول: صبَّحكم ومسَّاكم، ويقول: «بُعثتُ أنا والساعةُ كهاتين»، ويقرن بين إصبعيه السبابة، والوسطى، ويقول: «أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدى هدى محمد، وشر الأمور محدثاتها، وكل بدعة ضلالة» ثم يقول: «أنا أولى بكل مؤمن من نفسه، من ترك مالًا فلأهله، ومن ترك دينًا أو ضَياعًا فإليَّ وعليَّ».رواه مسلم