અકીદો
અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
Available in 65 languages
«અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.»Meaning translation ·
Saved at original quality








