GU
સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન
તૌહીદે રુબુબિયત
2 hadiths
તૌહીદે રુબુબિયત
2
તૌહીદે ઉલુહિયત
14
તૌહીદે અસ્મા વ સિફાત
24
2 hadiths
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».
મુત્તફકુન્ અલયહિ
અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.
મુત્તફકુન્ અલયહિ