Hadith for the World
અકીદો

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન

44 hadiths

44 hadiths

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ», ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહની કસમ ! જ્યારથી આ વાત મેં નબી ﷺ પાસેથી સાંભળી છે, ત્યારથી મેં તેઓની કસમ નથી ખાધી, ન તો મારા તરફથી અને ન તો બીજાના તરફથી.મુત્તફકુન્ અલયહિ
عن أبي واقد الحارث بن عوف رضي الله عنه أنَّ رسول الله صلى الله عليه وسلم بينما هو جالس في المسجد، والناس معه، إذ أقبل ثلاثَةُ نَفَرٍ، فأقبل اثنان إلى رسول الله، صلى الله عليه وسلم وذهب واحد، فوقفا على رسول الله صلى الله عليه وسلم ، فأما أحدهما فرأى فُرْجَةً في الْحَلْقَةِ فجلس فيها، وأما الآخر فجلس خلفهم، وأما الثالث فأدْبَر ذاهبٍا، فلما فرغ رسول الله صلى الله عليه وسلم قال: «ألا أُخْبِرُكُم عن النَّفَرِ الثلاثة: أما أحدهم فأَوَى إلى الله فآوَاهُ الله إليه، وأما الآخر فاسْتَحْيا فاسْتَحْيَا الله منه، وأما الآخر، فأعْرَضَ، فأعرضَ اللهُ عنه».متفق عليه
عن أنس بن مالك رضي الله عنه أنَّ رَجُلاً كَانَ عِند النَبِيَّ صلى الله عليه وسلم فَمَرَّ رَجُلٌ بِهِ، فقال: يا رسول الله، أنِّي لَأُحِبُّ هَذَا، فَقَال لَهُ النَبِيُّ صلى الله عليه وسلم : «أَأَعْلَمْتَهُ؟» قال: لا. قال: «أَعْلِمْهُ»، فَلَحِقَهُ، فقال: إِنِّي أُحِبُّك فِي الله، فقال: أّحَبَّك الَّذِي أَحْبَبْتَنِي لَهُ.رواه أبو داود والنسائي في الكبرى وأحمد
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય».મુત્તફકુન્ અલયહિ
ઉમર બિન ખત્તાબ રઝી. રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી. થી રિવાયત કરે છે, તેમણે કહ્યું: કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ! કયામતના દિવસે તમારી ભલામણનો સૌથી વધારે હકદાર કોણ હશે? નબી ﷺ એ કહ્યું: «હે અબૂ હુરૈરહ ! મને ખબર હતી કે તમારાથી પહેલા મને આ સવાલ કોઈ નહીં કરે, કારણકે હું જોઉ છું કે તમે હદીષ પ્રત્યે કેટલા ઉત્સાહિત છો, કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એક જ છે તેનો કોઈ ભાગીદાર નથી, મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, ઈસા અલૈહિસ્ સલામ અલ્લાહના બંદા અને રસૂલ છે, એવી જ રીતે તેનો તે કલિમો છે, જે તેણે મરયમ સુધી પહોંચાડ્યો હતો અને તેના તરફથી એક રુહ છે, જન્નત સાચે જ છે, જહન્નમ પણ સાચે જ છે, તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ એક વાક્ય કહ્યું અને મેં એક વાક્ય કહ્યું, નબી ﷺ એ જે વાક્ય કહ્યું: તે અ હતું «જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠહેરાવતો હશે તો તે વ્યક્તિ જહન્નમમાં જશે», અને મેં કહ્યું: જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામશે કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં ઠહેરાવતો હોયતો તે જન્નતમાં જશે.મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».મુત્તફકુન્ અલયહિ
عن ابن مسعود رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «من أصابته فَاقَة فأنْزَلها بالناس لم تُسَدَّ فَاقَتُهُ، ومن أنْزَلها بالله، فَيُوشِكُ الله له بِرزق عاجل أو آجل».رواه أبو داود والترمذي وأحمد
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».رواه ابن ماجه والبيهقي وغيرهما
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «جَعَلَ اللهُ الرحمةَ مائة جُزْءٍ، فَأَمْسَكَ عِنْدَهُ تِسْعَةً وَتِسْعِينَ، وأَنْزَلَ في الأَرْضِ جُزْءًا وَاحِدًا، فَمِنْ ذَلِكَ الجُزْءِ يَتَرَاحَمُ الخَلَائِقُ، حتى تَرْفَعَ الدَّابَّةُ حَافِرَهَا عَنْ وَلَدِهَا خَشْيَةَ أَنْ تُصِيبَهُ». وفي رواية «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ، أَنْزَلَ منها رحمةً واحدةً بَيْنَ الجِنِّ والإنسِ والبَهَائِمِ والهَوَامِّ، فَبِهَا يَتَعَاطَفُونَ، وبها يَتَرَاحَمُونَ، وبِهَا تَعْطِفُ الوَحْشُ على وَلَدِهَا، وأَخَّرَ اللهُ تعالى تِسْعًا وتِسْعِينَ رحمةً يَرْحَمُ بِهَا عِبَادَهُ يومَ القِيَامَةِ». وعن سلمان الفارسي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ فمنها رحمةٌ يَتَرَاحَمُ بها الخَلْقُ بَيْنَهُمْ، وتِسْعٌ وتِسْعُونَ لِيَومِ القِيَامَةِ». وفي رواية: «إِنَّ اللهَ تَعَالَى خَلَقَ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ والأَرْضَ مئةَ رحمةٍ كُلُّ رحمةٍ طِبَاقَ مَا بَيْنَ السَّمَاءِ إلى الأَرْضِ، فَجَعَلَ منها في الأَرْضِ رَحْمَةً فبها تَعْطِفُ الوَالِدَةُ على وَلَدِهَا، والوَحْشُ والطَّيْرُ بَعْضُهَا عَلَى بَعْضٍ، فإذا كانَ يومُ القيامةِ أَكْمَلَهَا بِهَذِه الرحمةِ».حديث أبي هريرة -رضي الله عنه-: متفق عليه. حديث سلمان -رضي الله عنه-: رواه مسلم
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ પોતાના બરકત વાળા અને મહાન પાલનહારથી રિવાયત કરે છે, કે અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો, હે મારા બંદાઓ ! તમે સૌ ગુમરાહ (પથભ્રષ્ટ) છો, તે લોકો સિવાય જેમને હું હિદાયત આપી દઉં, બસ ! મારી પાસે જ હિદાયત માંગો, હું તમને હિદાયત આપીશ, હે મારા બંદાઓ ! તમે સૌ ભૂખ્યા છો, તે લોકો સિવાય જેમને હું ખાવાનું આપી દઉં, બસ તમે સૌ મારી પાસે જ ખાવાનું માંગો, હું જ તમને ખવડાવીશ, હે મારા બંદાઓ ! તમે સૌ નગ્ન છો, તે લોકો સિવાય જેમને હું પોશાક પહેરાવી દઉં, બસ ! તમે મારી પાસે જ પોશાક માંગો, હું તમને પોશાક પહેરાવીશ, હે મારા બંદાઓ ! તમે રાત- દિવસ ગુનાહ કરો છો અને હું બધા જ ગુનાહોને માફ કરું છું, બસ તમે મારી પાસે જ માફી માંગો, હું તમને માફ કરી દઈશ, હે મારા બંદાઓ ! તમે મારા નુકસાન સુધી નથી પહોંચી શકતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને ન તો તમે મારા ફાયદા સુધી પહોંચી શકો છો કે તમે મને ફાયદો પહોંચાડી શકો (અર્થાત્ તમે મને નુકસાન અથવા ફાયદો પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા), હે મારા બંદાઓ ! જો તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, બધા જ એવા વ્યક્તિ જેવા થઈ જાય, જેના હૃદયમાં અલ્લાહનો ડર હોય છે, તો તે વાત મારી બાદશાહતમાં સહેજ પણ વધારો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, એવા વ્યક્તિ જેવા થઈ જાય, જે તમારામાં સૌથી વધારે વિદ્રોહી તેમજ ગુનેગાર હોય, તો એ વાત મારી બાદશાહતમાં કંઈ પણ ઘટાડો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! જો તમારા પહેલા અને છેલ્લા, માનવીઓ તેમજ જિન્નાતો બધા એક ખુલ્લા મેદાનમાં ભેગા મળી, મને સવાલ (ઈચ્છા પ્રમાણે માંગણી) કરે અને હું દરેકને તેમના સવાલ પ્રમાણે આપી દઉં, તો તેનાથી મારા ખજાનામાં એટલો જ ઘટાડો થશે, જેટલો કે સમુદ્રમાં એક સોઈ ડુબાડીને કાઢી લેવાથી સમુદ્રના પાણીમાં થાય છે, હે મારા બંદાઓ ! ખરેખર તમારા કાર્યો છે, જેને હું ગણીને રાખું છું, પછી તમને તેનો સંપૂર્ણ બદલો આપું છું, બસ ! જેઓ ભલાઈ પ્રાપ્ત કરી લે તેઓ અલ્લાહની પ્રસંશા કરે અને જે લોકો તે સિવાયનું જુએ તો તેઓ પોતાને જ મલામત કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «لما خلق اللهُ الخَلْقَ كتب في كتاب، فهو عنده فوق العرش: إن رحمتي تَغْلِبُ غضبي». وفي رواية: «غَلَبَتْ غضبي» وفي رواية: «سَبَقَتْ غضبي».متفق عليه
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».મુત્તફકુન્ અલયહિ
અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن مسعود رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: "أكبر الكبائر: الإشراك بالله، والأمن من مَكْرِ الله، والقُنُوطُ من رحمة الله، واليَأْسُ من رَوْحِ الله".رواه عبد الرزاق
عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «ما توطَّنَ رجلٌ مسلمٌ المساجدَ للصلاة والذِّكر، إلا تَبَشْبَشَ اللهُ له، كما يَتَبَشْبَشُ أهلُ الغائب بغائبهم إذا قَدِمَ عليهم».رواه ابن ماجه وأحمد
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك وأبي هريرة رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم فيما يرويه عن ربه عز وجل قال: «إذا تَقَرَّبَ العبدُ إليَّ شِبْرًا تَقَرَّبْتُ إليه ذِرَاعًا، وإذا تَقَرَّبَ إليَّ ذِرَاعًا تَقَرَّبْتُ مِنْهُ بَاعًا، وإذا أتاني يمشي أَتَيْتُهُ هَرْوَلَةً».حديث أنس -رضي الله عنه- رواه البخاري . حديث أبي هريرة -رضي الله عنه- متفق عليه
અદી બિન હાતિમ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય, તે વ્યક્તિ પોતાની જમણી બાજુ જોશે, તો તેણે મોકલેલા કાર્યો જોશે, અને ડાબી બાજુ જોશે તો પણ પોતાના કાર્યોને જોશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો આગ અને આગને જ જોશે, બસ તમે આગ (જહન્નમ)થી ડરો, ભલેને એક ખજૂરનો ટુકડો પણ કેમ ન હોય».મુત્તફકુન્ અલયહિ