Hadith for the World
અકીદો

સર્વ શ્રેષ્ઠ અલ્લાહ પર ઈમાન

44 hadiths

44 hadiths

عن عبد الله بن عكيم رضي الله عنه مرفوعاً: «مَنْ تَعَلَّقَ شيئا وُكِلَ إليه».رواه أحمد والترمذي
તારીક બિન અશયમ અલ્ અશ્જઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن عائشة رضي الله عنها قالت: قال رسول الله صلى الله عليه وسلم : «مَنْ أحَبَّ لِقَاءَ اللهِ أَحَبَّ اللهُ لِقَاءهُ، وَمَنْ كَرِهَ لِقَاءَ اللهِ كَرِهَ اللهُ لِقَاءهُ» فقلتُ: يا رسولَ اللهِ، أكَراهِيَةُ المَوتِ، فَكُلُّنَا نَكْرَهُ المَوتَ؟ قال: «لَيْسَ كَذَلِكَ، ولكِنَّ المُؤْمِنَ إذَا بُشِّرَ بِرَحْمَةِ اللهِ وَرِضْوَانِهِ وَجَنَّتِهِ أَحَبَّ لِقَاءَ اللهِ فَأَحَبَّ اللهُ لِقَاءهُ، وإنَّ الكَافِرَ إذَا بُشِّرَ بِعَذابِ اللهِ وَسَخَطهِ كَرِهَ لِقَاءَ اللهِ وكَرِهَ اللهُ لِقَاءهُ».رواه مسلم، ورواه البخاري عن عائشة -رضي الله عنها- في ضمنه حديث عن عبادة بن الصامت-رضي الله عنه-. رواه عن أبي موسى -رضي الله عنه- مختصرا
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાત) રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ» (અર્થ: હું ધૃતકારેલા શૈતાનથી મહાન અલ્લાહ, તેના સન્માનિત ચહેરા, અને તેની પ્રાચીન સત્તા દ્વારા શરણમાં આવું છું), પૂછવામાં આવ્યું: શું આટલું જ કહેવામાં આવ્યું હતું, તેમણે કહ્યું: હાં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: બસ જ્યારે કોઈ વ્યક્તિ (મસ્જિદમાં પ્રવેશ કરતાં પહેલા) આ દુઆ પઢે છે, તો શૈતાન કહે છે કે આ વ્યક્તિ આખો દિવસ મારાથી સુરક્ષિત રહેશે.આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «إذا أَحَبَّ اللهُ تعالى العَبْدَ، نَادَى جِبْرِيلَ: إنَّ اللهَ تعالى يُحِبُّ فلاناً، فَأَحْبِبْهُ، فَيُحِبُّهُ جِبْرِيلُ، فَيُنَادِي في أَهْلِ السَّمَاءِ: إنَّ اللهَ يحِبُّ فلاناً، فَأَحِبُّوهُ، فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ، ثُمَّ يُوضَعُ لَهُ القَبُولُ في الأرضِ». وفي رواية: قال رسول الله صلى الله عليه وسلم : «إنَّ اللهَ تعالى إذا أَحَبَّ عَبْدًا دَعَا جِبْرِيلَ، فقال: إني أُحِبُّ فلاناً فَأَحْبِبْهُ، فَيُحِبُّهُ جِبْرِيلُ، ثم ينادي في السَّمَاءِ، فيقول: إنَّ اللهَ يُحِبُّ فلاناً فَأَحِبُّوهُ، فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ، ثُمَّ يُوضَعُ له القَبُولُ في الأرضِ، وإذا أَبْغَضَ عَبْدًا دَعَا جِبْرِيلَ، فيقول: إني أُبْغِضُ فلاناً فَأَبْغِضْهُ. فَيُبْغِضُهُ جِبْرِيلُ، ثُمَّ ينادي في أَهْلِ السَّمَاءِ: إنَّ اللهَ يُبْغِضُ فلاناً فَأَبْغِضُوهُ، ثُمَّ تُوضَعُ له البَغْضَاءُ في الأرضِ».متفق عليه. الرواية الأولى لفظ البخاري، والثانية لفظ مسلم
અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «بينما رجلٌ يمشي بطريقٍ اشتَدَّ عليه العَطَشُ، فوَجَدَ بِئْرًا فنزل فيها فَشَرِبَ، ثم خَرَجَ فإذا كَلْبٌ يَلْهَثُ يأكل الثَّرَى مِنَ العَطَشِ، فقال الرجلُ: لقد بَلَغَ هذا الكَلْبَ مِنَ العَطَشِ مِثْلَ الذِي كان قَدْ بَلَغَ مِنِّي، فنَزَلَ البِئْرَ، فَمَلَأَ خُفَّهُ ماءً ثم أَمْسَكَهُ بِفِيهِ حَتَّى رَقِيَ، فَسَقَى الكَلْبَ، فشَكَرَ اللهُ له، فَغَفَرَ لهُ» قالوا: يا رسول الله، إنَّ لَنَا في البَهَائِمِ أَجْرًا؟ فقال: «في كُلِّ كَبِدٍ رَطْبَةٍ أَجْرٌ». وفي رواية: «فشَكَرَ اللهُ له، فغَفَرَ له، فَأَدْخَلَهُ الجَنَّةَ». وفي رواية: «بَيْنَمَا كَلْبٌ يُطِيفُ بِرَكْيَةٍ قد كَادَ يَقْتُلُهُ العَطَشُ إذ رَأَتْهُ بَغِيٌّ مِنْ بَغَايَا بَنِي إِسْرَائِيلَ، فَنَزَعَتْ مُوقَهَا فَاسْتَقَتْ له بهِ فَسَقَتْهُ فَغُفِرَ لها بِهِ».الرواية الأولى: متفق عليها. الرواية الثانية: رواها البخاري. الرواية الثالثة: متفق عليها
عن ابن عباس رضي الله عنهما ، قال: كان النبيُّ صلى الله عليه وسلم يدعو: «ربِّ أَعِنِّي ولا تُعِن عليَّ، وانصرني ولا تنصر عليَّ، وامكر لي ولا تمكر عليَّ، واهدني ويسِّر هُدايَ إليَّ، وانصرني على مَن بغى عليَّ، اللهم اجعلني لك شاكرًا، لك ذاكرًا، لك راهبًا، لك مِطواعًا، إليك مُخْبِتًا، أو مُنِيبا، رب تقبَّل توبتي، واغسل حَوْبتي، وأجب دعوتي، وثبِّت حُجَّتي، واهدِ قلبي، وسدِّد لساني، واسْلُلْ سَخِيمةَ قلبي».رواه أبو داود والترمذي وابن ماجه وأحمد
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે, અને કહે છે: «છે કોઈ વ્યક્તિ જે મારી પાસે દુઆ કરતો હોય અને હું તેની દુઆ કબૂલ કરું? છે કોઈ મારો બંદો જે મારી પાસે સવાલ કરતો હોય અને હું તેને આપું? છે કોઈ મારો બંદો જે મારી પાસે માફી માંગતો હોય અને હું તેને માફ કરી દઉં?».મુત્તફકુન્ અલયહિ
અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك رضي الله عنه أن النبي صلى الله عليه وسلم رأى نُخْامَة في القِبْلَة، فَشَقَّ ذلك عليه حتى رُئِي في وجْهِه، فقام فَحَكَّه بِيَده، فقال: «إن أحدكم إذا قام في صلاته فإنه يُنَاجِي رَبَّه، أو إن رَبَّه بينه وبين القِبْلَة، فلا يَبْزُقَنَّ أحدُكم قِبَل قِبْلتِه، ولكن عن يَسَاره أو تحت قَدَمَيه» ثم أخذ طَرف رِدَائِه، فَبَصَقَ فيه ثم ردَّ بَعْضَهُ على بعض، فقال: «أو يفعل هكذا».متفق عليه
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: «إن لله تِسْعَةً، وتِسْعِينَ، اسْمًا، مِائَةً إلا واحدا مَنْ أَحْصَاهَا دخل الجنة».متفق عليه
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».મુત્તફકુન્ અલયહિ
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».મુત્તફકુન્ અલયહિ
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! વાજિબ (ફરજિયાત) થવા વાળી બે વસ્તુઓ કઈ છે, તે કઈ છે? આપ ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
સુફયાન બિન અબ્દુલ્લાહ અષ શકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે