Hadith for the World
Tap the image to view it full size
અકીદો

તારીક બિન અશયમ અલ્ અશ્જઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:

Available in 65 languages
«તારીક બિન અશયમ અલ્ અશ્જઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી ﷺ એ જણાવ્યું જે વ્યક્તિ પોતાની જબાન વડે ગવાહી આપે, «લા ઇલાહ ઇલ્લલ્લાહ», અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, અને તે અલ્લાહ સિવાય અન્યની કરવામાં આવતી ઈબાદતનો ઇન્કાર કરે, તેમજ ઇસ્લામ સિવાય અન્ય ધર્મોથી પણ અળગો રહે, તો મુસલમાનો પર તેના માલ અને તેના પ્રાળની સુરક્ષા કરવી જરૂરી બની જાય છે, આપણે ફક્ત તેના જાહેર કાર્યોને જોઈશું, અર્થાત્ ન તો તેનો માલ હડપવામાં આવશે ન તો તેના પ્રાણ લેવામાં આવશે, પરંતુ જઓ તે કોઈ એવો અપરાધ કરે જેના પર ઇસ્લામના આદેશો અનુસાર તેને સજા આપવી પડે તો આપી શકાય છે. કયામતના દિવસે અલ્લાહ તઆલા તેનો દોસ્ત બની જશે, જો તે સાચો હશે તો અલ્લાહ તેને બદલો આપશે અને જો તે મુનાફિક (ઢોંગી) હશે તો તેને અઝાબ આપવામાં આવશે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality