Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 48 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે», અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો કુરઆન મજીદની આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: મેં મારા સદાચારી બંદાઓ માટે જન્નતમાં એવી નેઅમતો અને પ્રતિષ્ઠતા તૈયાર કરીને રાખી છે, જેને ન તો કોઈ આંખોએ જોઈ છે, ન તો કોઈ કાને તેના ગુણ વિશે સાંભળ્યું હશે ન તો કોઈ માનવીના મનમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે અથવા પસાર થયો હશે. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુંએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality