Hadith for the World
વઅઝ અને શિખામણો

જન્નત અને જહન્નમની લાક્ષણિકતા

17 hadiths

17 hadiths

ઉબાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એક જ છે તેનો કોઈ ભાગીદાર નથી, મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, ઈસા અલૈહિસ્ સલામ અલ્લાહના બંદા અને રસૂલ છે, એવી જ રીતે તેનો તે કલિમો છે, જે તેણે મરયમ સુધી પહોંચાડ્યો હતો અને તેના તરફથી એક રુહ છે, જન્નત સાચે જ છે, જહન્નમ પણ સાચે જ છે, તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય».મુત્તફકુન્ અલયહિ
ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યુ: «જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: «إنَّ في الجنَّة مائةَ دَرَجَة أعَدَّهَا الله للمُجاهِدين في سَبِيل الله ما بَيْنَ الدَّرَجَتَيْنِ كما بين السماء والأرض».رواه البخاري
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબૂ સઇદ! જે વ્યક્તિ અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન હોવા પર ખુશ થઈ જાય, તો તેના માટે જન્નત વાજિબ થઈ ગઈ», તેના પર અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય થઈ પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! આ વાતને ફરીવાર કહો, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક બીજો અમલ જેના કારણે અલ્લાહ બંદાના જન્નતમાં સો દરજ્જા બુલંદ કરે છે, દરેક બે દરજ્જા વચ્ચે એટલું અંતર છે, જેટલું અંતર આકાશ અને જમીન વચ્ચે», તેમણે કહ્યું: હે અલ્લાહના રસૂલ! તે અમલ કયો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك رضي الله عنه مرفوعاً: «يُؤتى بأنعم أهل الدنيا من أهل النار يوم القيامة، فَيُصْبَغُ في النار صَبْغَةً، ثم يقال: يا ابن آدم، هل رأيت خيرًا قطُّ؟ هل مَرَّ بك نَعِيمٌ قطُّ؟ فيقول: لا والله يا رب، وَيُؤْتَى بأشدِّ الناس بُؤسًا في الدنيا من أهل الجَنَّة، فَيُصْبَغُ صَبْغَةً في الجنَّة، فيقال له: يا ابن آدم، هل رأيت بُؤسًا قط؟ هل مَرَّ بك شِدَّةٌ قط؟ فيقول: لا والله، ما مَرَّ بي بُؤْسٌ قطٌّ، ولا رأيت شِدةً قَطُّ».رواه مسلم
عن عبد الله بن مسعود رضي الله عنه مرفوعاً: «يُؤْتَى بجهنم يومئذ لها سبعون ألف زِمَامٍ مع كل زمام سبعون ألف ملك يَجُرُّونَهَا».رواه مسلم
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : « سَيْحَانُ وَجَيْحَانُ وَالفُرَاتُ والنِّيل كلٌّ من أنهار الجنة».رواه مسلم
અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા બન્ને રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ», અલ્લાહ તઆલા કુરઆનમાં કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».મુત્તફકુન્ અલયહિ
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ હશે, જેમની તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે».મુત્તફકુન્ અલયહિ
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદુલ્ ફિતર અથવા ઈદુલ્ અઝ્હાના દિવસે ઈદગાહ પાસે આવ્યા, તો સ્ત્રીઓ પાસેથી પસાર થયા, તેણીઓને કહ્યું: «હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે», અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો કુરઆન મજીદની આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].મુત્તફકુન્ અલયહિ
عن عياض بن حمار المجاشعي رضي الله عنه ، أن رسول الله صلى الله عليه وسلم ، قال ذات يوم في خطبته: «ألَا إن ربي أمرني أن أُعَلِّمَكم ما جَهِلتم، ممَّا علَّمني يومي هذا، كلُّ مالٍ نَحَلتُه عبدًا حلال، وإني خلقتُ عبادي حُنَفاء كلهم، وإنهم أتتهم الشياطين فاجتالتهم عن دينهم، وحَرَّمت عليهم ما أحللتُ لهم، وأمرتهم أن يُشركوا بي ما لم أُنزِّل به سلطانا، وإن الله نظر إلى أهل الأرض، فمَقَتهم عربهم وعَجَمهم، إلَّا بقايا من أهل الكتاب، وقال: إنما بعثتُك لأبتليَك وأبتلي بك، وأنزلتُ عليك كتابًا لا يغسله الماءُ، تقرؤه نائمًا ويقظان، وإنَّ اللهَ أمرني أن أحرِق قُرَيشًا، فقلت: رب إذا يَثْلُغوا رأسي فيدعوه خُبْزة، قال: استخرجهم كما استخرجوك، واغزهم نُغزك، وأنفق فسننفق عليك، وابعث جيشا نبعث خمسة مثله، وقاتل بمن أطاعك مَن عصاك، قال: وأهل الجنة ثلاثة ذو سلطان مُقْسِط مُتَصَدِّق مُوَفَّق، ورجل رحيم رقيق القلب لكل ذي قربى ومسلم، وعفيف متعفِّف ذو عيال، قال: وأهل النار خمسة: الضعيف الذي لا زَبْر له، الذين هم فيكم تبعا لا يبتغون أهلا ولا مالا، والخائن الذي لا يخفى له طمع، وإن دقَّ إلا خانه، ورجل لا يُصبح ولا يمسي إلا وهو يخادعك عن أهلك ومالك «وذكر» البخل أو الكذب والشِّنظير الفحَّاش».رواه مسلم
عن عبد الله بن عمر رضي الله عنهما أنَّ رسول الله صلى الله عليه وسلم قال: «عُذِّبت امرأة في هِرَّة سَجَنَتْها حتى ماتت، فدخلت فيها النار، لا هي أطعمتها ولا سَقتها، إذ حبستها، ولا هي تَركتْها تأكل مِن خَشَاشِ الأرض».متفق عليه
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે», કોઈએ પૂછ્યું, હે અલ્લાહના રસૂલ ! (કાફિર અને મુશરિકોને સજા આપવા માટે) આ અમારી દુનિયાની આગ પણ પૂરતી હતી, આપ ﷺ એ કહ્યું: «તે આગ તેના પર અગણોસિત્તેર (૬૯) ભાગ વધારે કરી દેવામાં આવી છે, અને તેનો દરેક ભાગ દુનિયાની આગ બરાબર છે».મુત્તફકુન્ અલયહિ
عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ آمَنَ بِاللَّهِ وَبِرَسُولِهِ، وَأَقَامَ الصَّلاَةَ، وَصَامَ رَمَضَانَ كَانَ حَقًّا عَلَى اللَّهِ أَنْ يُدْخِلَهُ الجَنَّةَ، جَاهَدَ فِي سَبِيلِ اللَّهِ أَوْ جَلَسَ فِي أَرْضِهِ الَّتِي وُلِدَ فِيهَا»، فَقَالُوا: يَا رَسُولَ اللَّهِ، أَفَلاَ نُبَشِّرُ النَّاسَ؟ قَالَ: «إِنَّ فِي الجَنَّةِ مِائَةَ دَرَجَةٍ، أَعَدَّهَا اللَّهُ لِلْمُجَاهِدِينَ فِي سَبِيلِ اللَّهِ، مَا بَيْنَ الدَّرَجَتَيْنِ كَمَا بَيْنَ السَّمَاءِ وَالأَرْضِ، فَإِذَا سَأَلْتُمُ اللَّهَ فَاسْأَلُوهُ الفِرْدَوْسَ، فَإِنَّهُ أَوْسَطُ الجَنَّةِ وَأَعْلَى الجَنَّةِ -أُرَاهُ- فَوْقَهُ عَرْشُ الرَّحْمَنِ، وَمِنْهُ تَفَجَّرُ أَنْهَارُ الجَنَّةِ».رواه البخاري