Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા બન્ને રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 54 languages
«અબૂ સઇદ ખુદરી અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમા બન્ને રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ», અલ્લાહ તઆલા કુરઆનમાં કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે જન્નતી લોકોને સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે અને તે સૌ નેઅમતોમાં હશે: જન્નતમાં તમે સૌ સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહેશો, ક્યારેય તમને બીમારી નહીં આવે, તમે સૌ હમેંશા જીવિત રહેશો ક્યારેય તમને મૃત્યુ નહીં આવે, અને ન તો ઊંઘ આવશે, તમે સૌ યુવાન રહેશો ક્યારેય તમે વૃદ્ધ નહીં થાઓ, હમેંશા તમે ખુશ રહેશો ક્યારેય તમે દુઃખી અને હતાશ નહીં થાઓ, આના વિશે અલ્લાહ તઆલા કહે છે: {અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા} [અલ્ અઅરાફ: ૪૩].

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality