Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

હિશામ બિન્ હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેઓ શામમાં અન્બાત કબીલાના કેટલાક ખેડૂતો પાસેથી પસાર થયા, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે કહ્યું: આ શું છે? તેઓએ કહ્યું: કર બાબતે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે, હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મેં કહેતા સાંભળ્યા:

Available in 40 languages
«હિશામ બિન્ હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેઓ શામમાં અન્બાત કબીલાના કેટલાક ખેડૂતો પાસેથી પસાર થયા, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે કહ્યું: આ શું છે? તેઓએ કહ્યું: કર બાબતે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે, હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મેં કહેતા સાંભળ્યા: «અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

હિશામ બિન હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા શામ શહેરમાં કેટલાક અન્બાત કબીલાના ખેડૂતો પાસેથી પસાર થયા, જેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે પૂછ્યું આ શું છે? તે લોકોએ જણાવ્યું કે તેમને સક્ષમ હોવા છતાંય કર ન ભરવાના કારણે આ સજા આપવામાં આવી રહી છે. હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર જે લોકો દુનિયામાં લોકો પર અત્યાચાર કરતા તેમને સજા આપશે, અલ્લાહ તઆલા તેમને અઝાબ આપશે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality