Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:

Available in 60 languages
«અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ, ન તો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે એક પથારીમાં સૂઈ જાય, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે એક પથારીમાં સૂઈ જાય».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને પણ બીજી સ્ત્રીના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે. ગુપ્તાંગ: તે દરેક વસ્તુ જેના જાહેર થવા પર શરમ આવે, અને પુરુષનું ગુપ્તાંગ: નાભી અને તેના બંને ઘૂંટણની વચ્ચે છે. સ્ત્રી માટે સંપૂર્ણ રીતે અજાણ પુરુષો સામે પડદો કરવો જરૂરી છે, અને હા તેના મહરમ પુરુષો તો તે તેમની સામે ઘરમાં કામ કરતી વખતે જે વસ્તુઓ જાહેર થાય છે તે કરી શકે છે. આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષ સાથે એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પણ એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, જેના કારણે તેમાંથી દરેક બીજાના ગુપ્તાંગને સ્પર્શ કરી શકે છે, જો કે તે હરામ છે, જેવુ કે ગુપ્તાંગને જોવું હરામ છે, અને આ કાર્ય તેમને એક મોટા ગુનાહ તરફ લઈ જઈ શકે છે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality