Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:

Available in 70 languages
«અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જન્નતમાં દાખલ થવાના સૌથી મોટો બે સ્ત્રોત છે, જે નીચે પ્રમાણે છે: અલ્લાહનો તકવો અને સારા અખલાક. અલ્લાહનો તકવો: તેણે આપેલ આદેશો પર અમલ કરવો અને તેણે રોકેલા કાર્યોથી બચી પોતાને અલ્લાહના અઝાબથી બચાવવું. સારા અખલાક: ચહેરા ફેલાવવું અર્થાત્ ખુશ રહેવું, નેકી કરવી અને તકલીફ આપવાથી બચવું. જહન્નમમાં દાખલ થતા સૌથી મોટા બે સ્ત્રોત: જબાન અને ગુપ્તાગ. જબાનને ગુનાહના કામોથી બચાવવામાં આવે અને તે જૂઠું બોલવું, ગિબત કરવી, ચાડી કરવી વગેરે. ગૂંપ્તાગથી થતા ગુનાહ: વ્યભિચાર, લિવાતત અર્થાત્ હોમૉસેક્સ્યુલ્ (સમલૈંગિકતા).

Source
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
Download image

Saved at original quality