35 hadiths
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે».મુત્તફકુન્ અલયહિ