Hadith for the World
મહત્ત્વતાઓ અને અદબો

અખલાકનું ફિકહ

56 hadiths

56 hadiths

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું : «‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «‌અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «‌સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.મુત્તફકુન્ અલયહિ
મિક્દાદ બિન મઅદિ કરીબ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي موسى الأشعري رضي الله عنه قَالَ: قالَ رسول اللَّه -صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم-: «إِنَّ مِنْ إِجْلاَلِ الله -تَعَالَى-: إِكْرَامَ ذِي الشَّيْبَةِ المُسْلِمِ، وَحَامِلِ القُرْآنِ غَيرِ الغَالِي فِيه، وَالجَافِي عَنْه، وَإِكْرَام ذِي السُّلْطَان المُقْسِط».رواه أبو داود
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «أتدرون من المفلس؟» قالوا: المُفْلِس فينا من لا دِرهَمَ له ولا مَتَاع، فقال: «إن المفلس من أمتي من يأتي يوم القيامة بصلاة وصيام وزكاة، ويأتي وقد شَتَمَ هذا، وقذف هذا، وأكل مال هذا، وسَفَكَ دم هذا، وضرب هذا، فيعطى هذا من حسناته، وهذا من حسناته، فإن فنيت حسناته قبل أن يُقْضَى ما عليه، أخذ من خطاياهم فَطُرِحتْ عليه، ثم طُرِحَ في النار».رواه مسلم
عن معاذ بن أنس رضي الله عنه مرفوعًا: «مَن كَظَمَ غَيظًا، وَهُو قادر على أن يُنفِذَه، دَعَاه الله سبحانه وتعالى على رؤوس الخَلاَئِق يوم القيامة حتَّى يُخَيِّره من الحُور العَين مَا شَاء».رواه أبو داود والترمذي وابن ماجه وأحمد
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે કઈ વસ્તુઓ છે? આપ રસૂલ ﷺ એ કહ્યું: અલ્લાહ સાથે શિર્ક કરવું, જાદુ કરવું, કોઈને નાહક કતલ કરી દેવું, જેને અલ્લાહએ હરામ કર્યું છે, વ્યાજ ખાવું, અનાથનો માલ ખાવો, યુદ્ધના સમયે પીઠ ફેરવીને ભાગવું, અને નિર્દોષ સ્ત્રીઓ પર આરોપ મુકવો».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِنَّ الله تَعَالى يَقُول يَوْمَ القِيَامَة: أَيْنَ المُتَحَابُّونَ بِجَلاَلِي؟ اليَوم أُظِلُّهُم فِي ظِلِّي يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلِّي».رواه مسلم
સુલૈમાન બિન સુરદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠો હતો, અને નજીકમાં જ બે લોકો એકબીજાને ગાળો આપી રહ્યા હતા, તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો, અને તેની નસો ફૂલી ગઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે» તો લોકોએ તેને કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે ધૃતકારેલ શૈતાનથી પનાહ માંગો», તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?મુત્તફકુન્ અલયહિ
જાબિર રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, આપ ﷺએ કહ્યુ: «અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે, તેથી નબી સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ એ કહ્યુ: જ્યારે તે મૃત્યુ પછી અલ્લાહને મળ્યો તો અલ્લાહ એ તેને માફ કરી દીધો».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «جَعَلَ اللهُ الرحمةَ مائة جُزْءٍ، فَأَمْسَكَ عِنْدَهُ تِسْعَةً وَتِسْعِينَ، وأَنْزَلَ في الأَرْضِ جُزْءًا وَاحِدًا، فَمِنْ ذَلِكَ الجُزْءِ يَتَرَاحَمُ الخَلَائِقُ، حتى تَرْفَعَ الدَّابَّةُ حَافِرَهَا عَنْ وَلَدِهَا خَشْيَةَ أَنْ تُصِيبَهُ». وفي رواية «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ، أَنْزَلَ منها رحمةً واحدةً بَيْنَ الجِنِّ والإنسِ والبَهَائِمِ والهَوَامِّ، فَبِهَا يَتَعَاطَفُونَ، وبها يَتَرَاحَمُونَ، وبِهَا تَعْطِفُ الوَحْشُ على وَلَدِهَا، وأَخَّرَ اللهُ تعالى تِسْعًا وتِسْعِينَ رحمةً يَرْحَمُ بِهَا عِبَادَهُ يومَ القِيَامَةِ». وعن سلمان الفارسي رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم : «إِنَّ للهِ تعالى مئةُ رحمةٍ فمنها رحمةٌ يَتَرَاحَمُ بها الخَلْقُ بَيْنَهُمْ، وتِسْعٌ وتِسْعُونَ لِيَومِ القِيَامَةِ». وفي رواية: «إِنَّ اللهَ تَعَالَى خَلَقَ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ والأَرْضَ مئةَ رحمةٍ كُلُّ رحمةٍ طِبَاقَ مَا بَيْنَ السَّمَاءِ إلى الأَرْضِ، فَجَعَلَ منها في الأَرْضِ رَحْمَةً فبها تَعْطِفُ الوَالِدَةُ على وَلَدِهَا، والوَحْشُ والطَّيْرُ بَعْضُهَا عَلَى بَعْضٍ، فإذا كانَ يومُ القيامةِ أَكْمَلَهَا بِهَذِه الرحمةِ».حديث أبي هريرة -رضي الله عنه-: متفق عليه. حديث سلمان -رضي الله عنه-: رواه مسلم
અબૂ ઝર જુન્દુબ બિન્ જુનાદહ અને અબૂ અબ્દુર રહમાન મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે જ્યાં પણ રહો, અલ્લાહથી ડરતા રહો, પાપ કાર્ય પછી નેકી કરી લો, જે તે પાપને ખત્મ કરી દેશે, અને લોકો સાથે સારો વ્યવહાર કરો».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નવ્વાસ બિન સિમ્આન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકી સારા અખ્લાક (નૈતિકતા) નું નામ છે, અને બુરાઈ તે છે જે તમારા દિલમાં ખટકે, અને તમને પસંદ ન હોય, કે લોકો તેના વિષે જાણે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: «لا يُلْدَغُ المؤمنُ من جُحْرٍ واحد مرتين».متفق عليه
જરીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس رضي الله عنه قَالَ: كُنْتُ أمشي مَعَ رسول الله صلى الله عليه وسلم وَعَلَيْهِ بُرْد نَجْرَانيٌّ غَلِيظُ الحَاشِيَةِ، فأدْرَكَهُ أعْرَابِي فَجَبذَهُ بِرِدَائِهِ جَبْذَة شَديدة، فَنَظَرْتُ إِلَى صَفْحَةِ عَاتِقِ النَّبيِّ صلى الله عليه وسلم وَقَدْ أثَّرَتْ بِهَا حَاشِيَة الرِّدَاءِ مِنْ شِدَّةِ جَبْذَتِه، ثُمَّ قَالَ: يَا مُحَمَّدُ، مُر لِي مِنْ مَالِ اللهِ الَّذِي عِنْدَكَ. فَالتَفَتَ إِلَيْهِ، فَضَحِكَ ثُمَّ أَمَرَ لَهُ بِعَطَاءٍ.متفق عليه
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».મુત્તફકુન્ અલયહિ
عن ابن عمر رضي الله عنهما مرفوعا: «الظلم ظلمات يوم القيامة». عن جابر رضي الله عنهما مرفوعا: «اتقوا الظلم، فإن الظلم ظلمات يوم القيامة، واتقوا الشُّحَ؛ فإنه أَهْلَكَ من كان قبلكم».حديث ابن عمر -رضي الله عنهما-: متفق عليه. حديث جابر -رضي الله عنه-: رواه مسلم
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે».મુત્તફકુન્ અલયહિ
અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે