Hadith for the World
મહત્ત્વતાઓ અને અદબો

અખલાકનું ફિકહ

56 hadiths

56 hadiths

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય».મુત્તફકુન્ અલયહિ
અબૂ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મારી સવારીનું જાનવર જતું રહ્યું છે,અર્થાત્ મને સવારીનો બંદોબસ્ત કરી આપો, તો નબી ﷺ એ કહ્યું: «મારી પાસે કોઈ સવારી નથી», આ સાંભળી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તમને એવો વ્યક્તિ બતાવું છું, જે તેને સવારીનો બંદોબસ્ત કરી આપશે, તો નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما أن رسول الله صلى الله عليه وسلم قال: «من الكبائر شَتْمُ الرجل والديه» قيل: وهل يسبّ الرجل والديه؟ قال: «نعم، يسبّ أبا الرجل فيسبّ أباه، ويسبّ أمّه، فيسبّ أمّه».متفق عليه
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે, જે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પાડોશીનું સન્માન કરે, અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પોતાના મહેમાનોનું સન્માન કરે».મુત્તફકુન્ અલયહિ
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો».મુત્તફકુન્ અલયહિ
આયશા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય».મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: «الْمُؤْمِنُ مِرْآةُ أَخِيهِ الْمُؤْمِنِ».رواه أبو داود والترمذي
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઇયાઝ બિન હિમાર રઝી અલ્લાહુ અન્હુ જેઓ બનૂ મુશાજિઅ કબીલાના હતા, તેઓ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ એક દિવસ વચ્ચે ઉભા થયા અને અમને ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «નિઃશંક અલ્લાહ તે વ્યક્તિ સાથે મોહબ્બત કરે છે, જે મુત્તકી (પરહેજગાર, ધર્મશીલ), સર્જાનીઓથી બેનિયાઝ, અને વિખ્યાતિથી બચતો હોય».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા, કંજુસાઈએ તેમને તે વાત પર ઉભાર્યા કે તેઓ અંદરો અંદર ખૂનામરકી કરે, અને જે વસ્તુઓને હરામ કરવામાં આવી છે તેને હલાલ કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નબી ﷺ ની પત્ની આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ કહ્યું: «વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ ન તો અશ્લીલ હતા અને ન તો ખરાબ વાતો કરતાં હતાં ન તો ખરાબ કાર્યો કરતાં હતા, પરંતુ નબી ﷺ કહેતા હતા: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય».મુત્તફકુન્ અલયહિ
અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»મુત્તફકુન્ અલયહિ
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «بينما رجل يمشي في حُلَّةٍ تُعْجِبُهُ نَفْسُهُ، مُرَجِّلٌ رأسه، يَخْتَالُ في مَشْيَتهِ، إذ خَسَفَ اللهُ به، فهو يَتَجَلْجَلُ في الأرض إلى يوم القيامة".متفق عليه
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ભૂખ્યાને ખાવાનું ખવડાવો, બીમારની ખબર પૂછો અને કેદીને આઝાદ કરાવો».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن عبد الله بن مسعود رضي الله عنه عن النبيِّ صلى الله عليه وسلم ، قَالَ: «لا يدخلُ الجنةَ مَن كان في قلبه مِثقال ذرةٍ من كِبر» فقال رجل: إنّ الرجلَ يحب أن يكون ثوبه حسنا، ونَعله حسنة؟ قال: «إنّ الله جميلٌ يحب الجمالَ، الكِبر: بَطَرُ الحق وغَمْطُ الناس».رواه مسلم
સમુરહ બિન જુનદુબ અને મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તે બંને એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».رواه مسلم في مقدمته