Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:

Available in 62 languages
«અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, કપાળ પર, પોતાના હાથ વડે નાક તરફ ઈશારો કર્યો, બન્ને હાથ પર, બન્ને ઘૂટણ પર, બન્ને પગની આંગળીઓ પર, અને એ કે આપણે પોતાના કપડાં ન સમેટવા જોઈએ અને પોતાના વાળ ન બાંધવા જોઈએ કરીએ».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહએ તેમને આદેશ આપ્યો છે કે નમાઝમાં સિજદો શરીરના સાત અંગો પર કરવામાં આવે; અને તે સાત અંગો આ પ્રમાણે છે: પહેલું: કપાળ: જે બન્ને આંખો અને નાકની ઉપર હોય છે, ત્યારબાદ નબી ﷺ એ નાક તરફ ઈશારો કર્યો, સ્પષ્ટતા કરતા કે નાક અને કપાળ સાત અંગો માંથી એક જ ગણવામાં આવશે, અને નાકને જમીન પર અડાડી દેવાની તાકીદ કરી. બીજો અને ત્રીજો અંગ: બન્ને હાથ. ચોથો અને પાંચમો અંગ: બન્ને ઘૂટણ. છઠ્ઠો અને સાતમો અંગ: બન્ને પગની આંગળીઓ. અને નબી ﷺ આપણને આદેશ આપ્યો કે આપણે સિજદો કરતી વખતે વાળ ન બાંધીએ અને ન તો કપડાં સમેટીએ, પરંતુ તેને તેની સ્થિતિમાં જ છોડી દઈએ અને સીધા જમીન પર સિજદો કરવા માટે પડીએ, અને અંગો વડે સિજદો કરીએ.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality