Hadith for the World
Topic

ફિકહ અને તેના નિયમો

288 hadiths

288 hadiths

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અન્સારની એક સ્ત્રી જેનું નામ મને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) એ જણાવ્યું હતું, પરંતુ રાવી કહે છે કે હું તેનું નામ ભૂલી ગયો હતો, તેને પૂછ્યું: «તમને અમારી સાથે હજ કરવાથી કઈ વસ્તુએ રોકી રાખ્યા?», તે સ્ત્રીએ કહ્યું: અમારી પાસે ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ મારા પુત્રના પિતા (એટલે કે મારા પતિ) અને મારો પુત્રએ હજ કરી, જ્યારે કે બીજા ઊંટને અમારી પાસે પાણી લાવવા માટે છોડીને ગયા, તેની વાત સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે».મુત્તફકુન્ અલયહિ
عن فَضَالَةُ بنُ عُبَيْدٍ وسلمان الفارسي وعقبة بن عامر الجهني رضي الله عنهم مرفوعاً: «كُلُّ مَيِّتٍ يُخْتَمُ على عَمَلِهِ إلا الُمرَابِطَ في سبيل الله، فإنه يَنْمِي لَهُ عَمَلَهُ يوم القيامة، ويُؤَمَّنُ فتنة القبر».رواه أبو داود والترمذي وأحمد من حديث فضالة -رضي الله عنه
અબુ હુરૈરહ રઝી. રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો.».મુત્તફકુન્ અલયહિ
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે જિહાદ (યુદ્ધ) ને સૌથી શ્રેષ્ઠ કાર્ય સમજીએ છીએ, તો શું અમે પણ જિહાદ (યુદ્ધ) ન કરીએ? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, પરંતુ તમારા માટે સૌથી શ્રેષ્ઠ જિહાદ (યુદ્ધ) "હજ્જે મબરૂર" (તે હજછે, જે દરેક પ્રકારના ગુનાહ અને પાપથી બચીને ફકત એક અલ્લાહ માટે નિખાલસ થઈને કરવામાં આવે) છે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા.મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن أبي أوفى رضي الله عنه أَنَّ رسول الله صلى الله عليه وسلم فِي بَعْض أَيَّامه التي لَقِي فيها العدو انتظر، حتى إذا مَالَتِ الشمس قام فِيهم، فقال: «أَيُّها الناس، لا تَتَمَنَّوْا لِقَاء الْعَدُوِّ، وَاسْأَلوا الله الْعافية فَإِذا لَقِيتموهم فَاصْبِرُوا، وَاعلموا أَنَّ الْجَنَّة تحت ظِلال السُّيوف ثُمَّ قَال النَّبِي صلى الله عليه وسلم: اللهمَّ مُنزِلَ الْكتاب، وَمُجْرِيَ السَّحاب، وَهازم الأَحْزاب: اهْزِمهم، وَانصُرنا علَيهم».متفق عليه
عن عَائِشَةُ رضي الله عنها «أَنَّ قُرَيْشا أَهَمَّهُم شَأن المَخْزُومِيَّة التي سَرَقَتْ، فَقَالُوا: مَنْ يُكَلِّمُ فيها رسول الله صلى الله عليه وسلم ؟، فقالوا: وَمَنْ يَجْتَرِئُ عليه إلا أسامة بن زيد حِبُّ رسول الله صلى الله عليه وسلم فَكَلَّمَهُ أسامة، فَقَالَ: أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ الله؟ ثُمَّ قَامَ فَاخْتَطَبَ، فقال: إنَّمَا أَهْلَكَ الذين مِنْ قَبْلِكُمْ أنهم كانوا إذا سرق فيهم الشريف تركوه، وإذا سرق فيهم الضعيف أَقَامُوا عليه الحد، وَأَيْمُ الله: لَوْ أَنَّ فاطمة بنت محمد سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا». وَفِي لَفْظٍ «كانت امرأة تَسْتَعِيرُ المَتَاعَ وَتَجْحَدُهُ، فَأَمَرَ النبي صلى الله عليه وسلم بِقَطْعِ يَدِهَا».متفق عليه
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે».મુત્તફકુન્ અલયહિ
આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ચોથા ભાગનો દીનાર અથવા તેના કરતાં વધારે કિંમતની વસ્તુ ચોરી કરવા પર હાથ કાપવામાં આવશે».મુત્તફકુન્ અલયહિ
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કરવામાં આવ્યો કે એક વ્યક્તિ પોતાની બહાદુરીના પ્રદર્શન માટે યુદ્ધ કરે છે, એક વ્યક્તિ ફક્ત કોમની મદદ માટે યુદ્ધ કરે છે, અને એક વ્યક્તિ ફક્ત દેખાડો કરવાં માટે યુદ્ધ કરે છે, તો તેમાંથી કયો વ્યક્તિ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ માટે) યુદ્ધ કરે છે, તે જ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم : «ما من مَكْلُومٍ يُكْلَمُ في سبيل الله، إلا جاء يومَ القيامة، وكَلْمُهُ يَدْمَى: اللَّونُ لَوْنُ الدَّمِ، والرِّيحُ رِيحُ المِسْكِ».متفق عليه
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના નેક કાર્યો માંથી બે કિરાત નેકીઓ ઓછી થતી જાય છે», સાલિમે કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: «અથવા ખેતરની સુરક્ષા માટે પાડવામાં આવતું કૂતરું», અને તેઓ ખેતીવાડી વાળા માણસ હતા.મુત્તફકુન્ અલયહિ
عن ثابِت بْن الضَّحَاكِ رضي الله عنه أنه بايع رسول الله صلى الله عليه وسلم تحت الشجرة، وأن رسول الله صلى الله عليه وسلم قال: «من حلف على يمين بملة غير الإسلام، كاذبا مُتَعَمِّدًا فهو كما قال، ومن قتل نفسه بشيء عُذِّبَ به يوم القيامة، وليس على رجل نَذْرٌ فيما لا يملك» وَفِي رِوَايَة: «ولَعْنُ المؤمنِ كَقَتْلِهِ». وفي رواية: «من ادَّعَى دَعْوَى كَاذِبَةً لِيَتَكَثَّرَ بها لم يَزِدْهُ اللهُ -عزَّ وجل- إلا قِلَّةً».متفق عليه
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી».મુત્તફકુન્ અલયહિ
عن عَبْد اللهِ بن أبي أوفى رضي الله عنهما قال: «غَزَوْنَا مَعَ رَسُولِ الله صلى الله عليه وسلم سَبْعَ غَزَوَاتٍ، نَأْكُلُ الْجَرَادَ».متفق عليه
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો».મુત્તફકુન્ અલયહિ
મુગીરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એક સફરમાં નબી ﷺ સાથે હતો, મેં આપના મોજા ઉતારવા માટે હાથ આગળ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: « તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા», ફરી નબી ﷺ એ બન્ને મોજા પર મસહ કર્યો.મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن عمر رضي الله عنهما «أنَّ رسُول الله -صلَّى الله عليه وسلَّم- دَخَل مكَّة مِن كَدَاٍء، مِن الثَنِيَّة العُليَا التِّي بالبَطحَاءِ، وخرج من الثَنِيَّة السُفلَى».متفق عليه
ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.મુત્તફકુન્ અલયહિ
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ દ્વારા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે