Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 42 languages
«સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનો અને કાફિરો દરમિયાન એક દિવસ મુસલમાનોની નિખાલસતા સાથે સુરક્ષા કરવી દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ કરતા શ્રેષ્ઠ છે, અને એક કોરડા જેટલી જગ્યા જન્નતમાં જેના દ્વારા અલ્લાહના માર્ગમાં જિહાદ કરવામાં આવે છે, તે દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને દિવસ શરૂ થતા થી લઈ બપોર સુધી અથવા સાંજ સુધી, અને બપોર થી લઈ રાત સુધી, એક વખત અલ્લાહના માર્ગમાં કાઢેલો સમય દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality