Hadith for the World
સદ્ગુણો

નેક અમલ કરવાની મહ્ત્વતા

16 hadiths

16 hadiths

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «يقول الله تعالى : ما لِعَبدِي المُؤمن عِندِي جَزَاء إِذَا قَبَضتُ صَفِيَّه مِنْ أَهلِ الدُّنيَا ثُمَّ احْتَسَبَه إِلاَّ الجنَّة».رواه البخاري
ષૌબાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શ્રેષ્ઠ દીનાર જેને માનવની ખર્ચ કરે છે, તે એ છે જે માનવી પોતાના ઘરવાળાઓ પર ખર્ચ કરે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં વકફ કરેલ સવારીના જાનવર પર ખર્ચ કરવામાં આવે, અને તે દીનાર, જે અલ્લાહના માર્ગમાં પોતાના દોસ્ત અને સંબંધી પર ખર્ચ કરે છે» અબૂ કલાબહએ કહ્યું; નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખર્ચ કરવાની શરૂઆત પોતાના ઘરવાળાઓથી કરી, એટલા માટે કે સવાબ પ્રાપ્ત કરવામાં તે વ્યક્તિ કરતા વધારે સવાબ કોને મળી શકે છે, જે નાના નાના બાળકો પર એટલા માટે ખર્ચ કરે છે કે તેઓ કોઈની સમક્ષ હાથ ફેલાવવાથી બચી જાય, અથવા અલ્લાહ તેમને ફાયદો પહોંચાડે અને નિરપેક્ષ કરી દે.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ બે બાળકીઓનું ભરણપોષણ કર્યું, અહીં સુધી કે પુખ્તવય સુધી પહોંચી ગઈ, તો હું અને તે કયામતના દિવસે આવી રીતે પહોંચીશું» અને પોતાની બંને આંગણીઓ ભેગી કરી બતાવ્યું.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શુ હું તમને એવા અમલ વિશે જાણકારી ન આપું, જેનાથી અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમારા દરજ્જા બુલંદ કરશે?» સહાબાઓએ કહ્યું, કેમ નહીં હે અલ્લાહના રસૂલ!: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ઈચ્છા ન હોય તો પણ સારી રીતે વઝૂ કરવું, મસ્જિદ તરફ વધુ ચાલતા જવું, એક નમાઝ પઢયા પછી બીજી નમાઝ માટે રાહ જોવી, આ જ રિબાત (શૈતાન વિરુદ્ધ યુદ્ધની છાવળી) છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે».મુત્તફકુન્ અલયહિ
અબ્દુલ્લાહ બિન સલામ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે તેમણે કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીના આવ્યા, તો લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમતરફ (આપનું સ્વાગત કરવા) દોડીને આવ્યા, અને દરેક જગ્યાએ એક જ ચર્ચા હતી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ચૂક્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યું, અને હું જોવા માટે લોકોની ભીડમાં આવ્યો, અને જ્યારે ધ્યાનથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ચહેરો જોયો, તો મને યકીન થઈ ગઈ કે આ કોઈ જુઠા વ્યક્તિનો ચહેરો નથી, અને પહેલી વાત જે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળી, તે આ હતી: «હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો».આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
عن علي رضي الله عنه قال: سمعتُ رسولَ اللهِ صلى الله عليه وسلم يقول: « مَا مِنْ مُسْلِم يَعُودُ مُسْلِماً غُدْوة إِلاَّ صَلَّى عَلَيْهِ سَبْعُونَ ألْفَ مَلَكٍ حَتَّى يُمْسِي، وَإنْ عَادَهُ عَشِيَّةً إِلاَّ صَلَّى عَلَيْهِ سَبْعُونَ ألْفَ مَلَكٍ حَتَّى يُصْبحَ، وَكَانَ لَهُ خَرِيفٌ في الْجَنَّةِ».رواه أبو داود والترمذي وابن ماجه وأحمد
عن أنس بن مالك وأبي هريرة رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم فيما يرويه عن ربه عز وجل قال: «إذا تَقَرَّبَ العبدُ إليَّ شِبْرًا تَقَرَّبْتُ إليه ذِرَاعًا، وإذا تَقَرَّبَ إليَّ ذِرَاعًا تَقَرَّبْتُ مِنْهُ بَاعًا، وإذا أتاني يمشي أَتَيْتُهُ هَرْوَلَةً».حديث أنس -رضي الله عنه- رواه البخاري . حديث أبي هريرة -رضي الله عنه- متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક વ્યક્તિ રસ્તામાં ચાલી રહ્યા હતો, તો તેને એક કાંટા વાળી ડાળી દેખાઈ, તો તેણે તેને એક તરફ કરી દીધી, તો અલ્લાહએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો».મુત્તફકુન્ અલયહિ
عن أبي ذر رضي الله عنه قال: قيل لرسول الله صلى الله عليه وسلم : أرأيت الرَّجل الذي يعمل العمل من الخَير، ويَحمدُه الناس عليه؟ قال: «تلك عاجِل بُشْرَى المؤمن».رواه مسلم
عن أبي هريرة قال: قال رسول الله صلى الله عليه وسلم: «مَن أصبح منكم اليوم صائمًا؟» قال أبو بكر رضي الله عنه: أنا، قال: «فمن تَبِعَ منكم اليوم جنازةً؟» قال أبو بكر رضي الله عنه: أنا، قال: «فمن أطعم منكم اليوم مسكينًا؟» قال أبو بكر رضي الله عنه: أنا، قال: «فمن عاد منكم اليوم مريضًا؟» قال أبو بكر رضي الله عنه: أنا، فقال رسول الله صلى الله عليه وسلم: «ما اجتمعن في امرئٍ إلا دخل الجنة».رواه مسلم
عَنْ أَبِي ذَرٍّ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «يَقُولُ اللهُ عَزَّ وَجَلَّ: مَنْ جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا وَأَزِيدُ، وَمَنْ جَاءَ بِالسَّيِّئَةِ فَجَزَاؤُهُ سَيِّئَةٌ مِثْلُهَا أَوْ أَغْفِرُ، وَمَنْ تَقَرَّبَ مِنِّي شِبْرًا تَقَرَّبْتُ مِنْهُ ذِرَاعًا، وَمَنْ تَقَرَّبَ مِنِّي ذِرَاعًا تَقَرَّبْتُ مِنْهُ بَاعًا، وَمَنْ أَتَانِي يَمْشِي أَتَيْتُهُ هَرْوَلَةً، وَمَنْ لَقِيَنِي بِقُرَابِ الْأَرْضِ خَطِيئَةً لَا يُشْرِكُ بِي شَيْئًا لَقِيتُهُ بِمِثْلِهَا مَغْفِرَةً».رواه مسلم