Hadith for the World
Topic

ફિકહ અને તેના નિયમો

288 hadiths

288 hadiths

હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن زيد بن عاصم المازني رضي الله عنه قال: (شُكِيَ إلى النبيِّ صلى الله عليه وسلم الرَّجلُ يُخَيَّلُ إِليه أنَّه يَجِد الشَّيء في الصَّلاة، فقال: لا ينصرف حتَّى يَسمعَ صَوتًا، أو يَجِد رِيحًا).متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે» અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ "આખર (અન્ય)" શબ્દની જગ્યાએ કહ્યું: «"ગૈરુહુ (બીજી કોઈ આદત)"».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે».મુત્તફકુન્ અલયહિ
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેણી કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા, «"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વ-અલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)». અને બીજી રિવાયતના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં સલામ ફેરવવા માટે બેસે અને આ શબ્દો કહે છે: "અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહમતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન" (((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય) તો આકાશ અને જમીનના દરેક સદાચારી બંદાઓ તરફથી સલામ કહેવું સાબિત થઈ જશે, "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" (હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».મુત્તફકુન્ અલયહિ
عن أبي موسى الأشعري رضي الله عنه قال: خَسَفَت الشمس على زمان رسول الله صلى الله عليه وسلم . فقام فَزِعًا، ويخشى أن تكون الساعة، حتى أتى المسجد، فقام، فصلى بأطول قيام وسجود، ما رأيته يفعله في صلاته قطُّ، ثم قال: إن هذه الآيات التي يُرْسِلُهَا الله عز وجل : لا تكون لموت أحد ولا لحياته، ولكن الله يُرْسِلُهَا يُخَوِّفُ بها عباده، فإذا رأيتم منها شيئا فَافْزَعُوا إلى ذكر الله و دُعَائِهِ وَاسْتِغْفَارِهِ.متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ આ શબ્દો વડે દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી)».અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યાર તમારા માંથી કોઈ વ્યક્તિ નમાઝમાં તશહ્હુદ પઢી લે તો અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગે: જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફીતનાથી, અને દાજ્જાલની બુરાઈથી».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ માટે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહેતા તો કુરઆન (સૂરે ફાતિહા) પઢતા પહેલા થોડી વાર માટે શાંત રહેતા, તો મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, તમે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) અને કુરઆન (સૂરે ફાતિહા) પઢવા દરમિયાન ચૂપ રહો છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «હું આ દુઆ પઢું છું: "અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિષ્ ષલ્જિ વલ્ માઇ વલ્ બર્દ" (અર્થાત્: હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)».મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું».મુત્તફકુન્ અલયહિ
عن عبد الله بن عُمَر رضي الله عنه قال: «اسْتَأْذَنَ الْعَبَّاسُ بن عَبْدِ الْمُطَّلِب رسول الله صلى الله عليه وسلم : أن يبيت بمكة ليالي مِنى، من أجل سِقَايَتِه فأذن له».متفق عليه
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મૃતકની દફનવિધિમાં ઉતાવળ કરો, કારણકે જો તે સદાચારી હશે, તો તમે તેને ભલાઈ તરફ લઈ જશો, અન્યથા જો તે દુષ્ટ હશે તો તમે પોતાના ગળા પરથી ભાર ઊતારશો».મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા».મુત્તફકુન્ અલયહિ
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ શૌચાલયમાં દાખલ થતાં તો કહેતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિનલ્ ખુબુસી વલ્ ખબાઇસ"( હે અલ્લાહ ! હું નાપાક પુરુષ અને નાપાક સ્ત્રી જિનથી તારી પનાહ માગું છું)».મુત્તફકુન્ અલયહિ
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: તેમણે અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને એક જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? તેમણે કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: એક કાળી સ્ત્રી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની બીમારી છે, જેના કારણે મારો પડદો હટી જાય છે, તેથી મારા માટે અલ્લાહથી દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું કરી દે», તેણીએ કહ્યું: હું સબર કરું છું, તેણીએ કહ્યું: હું આપને વિનંતી કરું છું કે તમે મારા માટે અલ્લાહથી દુઆ કરો કે જ્યારે મને આ બિમારી જાહેર થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણી માટે આ દુઆ કરી દીધી.મુત્તફકુન્ અલયહિ
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે તેઓએ કહ્યું: અમને જનાઝા પાછળ જવાથી રોકવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રતિબંધતા અમારા માટે અનિવાર્ય ન હતી.મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા: «જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત (નફિલ) નમાઝ પઢો, પછી કહો: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક બિઇલ્મિક વઅસ્તક્દિરુક બિકુદરતિક, વઅસ્અલુક મિન્ ફઝ્લિકલ્ અઝીમ્, ફઇન્નક તક્દિરુ વલા અક્દિરુ, વતઅલમુ વલા અઅલમુ, વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્, અલ્લાહુમ્મ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર ખૈરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «આજિલ્ અમ્રી, વ આજિલહુ, ફક્દુર્હુ લી વ યસ્સીર્હુલી ષુમ્મ બારિક્ લી ફીહિ, વ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" અર્થ: (હે અલ્લાહ! હું તારા ઇલ્મ દ્વારા ભલાઈનો સવાલ કરું છું, તારી કુદરત વડે શક્તિ માગું છું અને તારી મહાન કૃપાનો સવાલ કરું છું, એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે, હું કુદરત નથી ધરાવતો, તું જાણે છે હું નથી જાણતો, ફક્ત તું જ ગૈબનું ઇલ્મ જાણે છે, હે અલ્લાહ! તું જાણે છે કે આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામરૂપે સારું છે) અથવા દુઆમાં આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, તો તું તેને મારા માટે નક્કી કરી દે, મારા માટે સરળ બનાવી દે અને તેમાં બરકત આપ, અને તું જાણે છે કે જો આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામ રૂપે) અથવા આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, (દુનિયા અને આખિરત બન્ને માટે (નુકસાનકારક) હોય તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી દેરવી દે, અને મને તેના કરતાં શ્રેષ્ઠ ભલાઈ મારા માટે નક્કી કરી દે, તે જ્યાં કઈ પણ હોય, ફરી મને તેનાથી સંતુષ્ટ કરી દે) «ફરી પોતાની જરૂરતનું નામ લેવું».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أنس بن مالك رضي الله عنه قال: مرَّ النَّبي - صلى الله عليه وسلم - بامرَأَة تَبكِي عِند قَبرٍ، فقال: «اتَّقِي الله واصْبِري» فقالت: إليك عَنِّي؛ فَإِنَّك لم تُصَب بِمُصِيبَتِي ولم تَعرِفه، فقِيل لها: إِنَّه النَّبِي - صلى الله عليه وسلم - فأتت باب النبي - صلى الله عليه وسلم - فلم تجد عنده بوَّابِين، فقالت: لم أَعرِفكَ، فقال: «إِنَّما الصَّبرُ عِند الصَّدمَةِ الأُولَى». وفي رواية: «تَبكِي على صبِّي لها».متفق عليه
عن أبي سعيد الخدري رضي الله عنه مرفوعاً: «إِنَّ مِنْ أَشَرِّ النَّاسِ عِندَ الله مَنزِلَةً يَومَ القِيَامَةِ الرَّجُلَ يُفضِي إِلَى المَرْأَةِ وَتُفْضِي إِلَيه، ثُمَّ يَنشُرُ سِرَّهَا».رواه مسلم
અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે: «હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા, મારો મજબૂત ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સમેત આગ લગાવી દઉં».મુત્તફકુન્ અલયહિ
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم : ((إن أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَلِّين من آثار الوُضُوء)). فمن اسْتَطَاع منكم أن يُطِيل غُرَّتَه فَليَفعل. وفي لفظ لمسلم: ((رأَيت أبا هريرة يتوضَّأ، فغسل وجهه ويديه حتى كاد يبلغ المنكبين، ثم غسل رجليه حتى رَفَع إلى السَّاقين، ثم قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: إنَّ أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَّلِين من آثار الوُضُوء)) فمن استطاع منكم أن يطيل غُرَّتَه وتَحْجِيلَه فَليَفعَل. وفي لفظ لمسلم: سمعت خليلي صلى الله عليه وسلم يقول: ((تَبْلُغ الحِليَة من المؤمن حيث يبلغ الوُضُوء)).الرواية الأولى: متفق عليه. الرواية الثانية: رواها مسلم. الرواية الثالثة: رواها مسلم