ફિકહ અને તેના નિયમો
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
Available in 47 languages
«જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા: «જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત (નફિલ) નમાઝ પઢો, પછી કહો: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક બિઇલ્મિક વઅસ્તક્દિરુક બિકુદરતિક, વઅસ્અલુક મિન્ ફઝ્લિકલ્ અઝીમ્, ફઇન્નક તક્દિરુ વલા અક્દિરુ, વતઅલમુ વલા અઅલમુ, વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્, અલ્લાહુમ્મ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર ખૈરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «આજિલ્ અમ્રી, વ આજિલહુ, ફક્દુર્હુ લી વ યસ્સીર્હુલી ષુમ્મ બારિક્ લી ફીહિ, વ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" અર્થ: (હે અલ્લાહ! હું તારા ઇલ્મ દ્વારા ભલાઈનો સવાલ કરું છું, તારી કુદરત વડે શક્તિ માગું છું અને તારી મહાન કૃપાનો સવાલ કરું છું, એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે, હું કુદરત નથી ધરાવતો, તું જાણે છે હું નથી જાણતો, ફક્ત તું જ ગૈબનું ઇલ્મ જાણે છે, હે અલ્લાહ! તું જાણે છે કે આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામરૂપે સારું છે) અથવા દુઆમાં આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, તો તું તેને મારા માટે નક્કી કરી દે, મારા માટે સરળ બનાવી દે અને તેમાં બરકત આપ, અને તું જાણે છે કે જો આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામ રૂપે) અથવા આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, (દુનિયા અને આખિરત બન્ને માટે (નુકસાનકારક) હોય તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી દેરવી દે, અને મને તેના કરતાં શ્રેષ્ઠ ભલાઈ મારા માટે નક્કી કરી દે, તે જ્યાં કઈ પણ હોય, ફરી મને તેનાથી સંતુષ્ટ કરી દે) «ફરી પોતાની જરૂરતનું નામ લેવું».»Meaning translation ·
Saved at original quality








