Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

Available in 47 languages
«અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક મુસલમાન અથવા મોમિન બંદો જ્યારે વઝૂ કરતી વખતે મોઢું ધોવે છે, તો તેની આંખો વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, ત્યારેને ત્યારે જ અથવા પાણીના ટપકતાં છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે હાથ ધોવે છે તો હાથ વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, તે જ સમયે અથવા પાણીના છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે પગ ધોવે છે, તો પગ વડે કરેલા નાના ગુનાહ પગ ધોતા ધોતા અથવા પાણીના છેલ્લા ટીપાં વડે માફ કરી દે છે, અહીં સુધી કે તે જ્યારે વઝુ પૂર્ણ કરે છે, તો તે નાના ગુનાહથી પાક થઈ ગયો હોય છે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality