Hadith for the World
પાકી સફાઇના આદેશો

વુઝુ

8 hadiths

8 hadiths

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم : ((إن أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَلِّين من آثار الوُضُوء)). فمن اسْتَطَاع منكم أن يُطِيل غُرَّتَه فَليَفعل. وفي لفظ لمسلم: ((رأَيت أبا هريرة يتوضَّأ، فغسل وجهه ويديه حتى كاد يبلغ المنكبين، ثم غسل رجليه حتى رَفَع إلى السَّاقين، ثم قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: إنَّ أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَّلِين من آثار الوُضُوء)) فمن استطاع منكم أن يطيل غُرَّتَه وتَحْجِيلَه فَليَفعَل. وفي لفظ لمسلم: سمعت خليلي صلى الله عليه وسلم يقول: ((تَبْلُغ الحِليَة من المؤمن حيث يبلغ الوُضُوء)).الرواية الأولى: متفق عليه. الرواية الثانية: رواها مسلم. الرواية الثالثة: رواها مسلم
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા માંથી તે વ્યક્તિની નમાઝ કબૂલ નથી કરતો જેને હદષ (નાની મોટી દરેક ગંદકી) થઈ હોય, જ્યાં સુધી તે વઝૂ ન કરી લે».મુત્તફકુન્ અલયહિ
ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે».મુત્તફકુન્ અલયહિ
લકીત બિન્ સબિરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું બનૂ મુન્તફિક જૂથનો સરદાર બની અથવા બનૂ મુન્તફિક સાથે જોડાવી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમ પાસે આવ્યો, જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમની પાસે આવ્યા, તો આપ ઘરમાં ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ખઝીરા (એક પ્રકારનું ભોજન) તૈયાર કરવાનો આદેશ આપ્યો, તે તૈયાર કરવામાં આવ્યું, અમારા સામે થાળી લાવવામાં આવી, (કુતૈબહએ પોતાની રિવાયતમાં "કન્નાઅ" શબ્દનો ઉપયોગ નથી કર્યો, કન્નાઅ તે થાળી અથવા વાસણને કહે છે, જેમાં ખજૂર મુકેલી હોય છે) પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્લમ આવ્યા અને કહ્યું: «શું તમે કંઈ ખાધું? અથવા તમારા માટે કંઈ વસ્તુ તૈયાર કરવામાં આવી છે? અમે જવાબ આપ્યો, હા, હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! અમે આપની સાથે બેઠા હતા કે અચાનક એક ભરવાડ પોતાની બકરીઓ બાળ તરફ લઈ ગયો, તેની સાથે એક બકરીનું બચ્ચું હતું, જે અવાજ કરી રહી હતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ફલાણા વ્યક્તિ! શું જન્મ્યું, (નર કે માદા)?» તેણે જવાબ આપ્યો: માદા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તેની જગ્યાએ અમારા માટે એક બકરી ઝબેહ કરો», પછી (લકીત)ને કહ્યું: આ પ્રમાણેનો વિચાર તમારા દિલમાં ન આવે, લકીત રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અહીંયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લા તહસિબન્ન» «લા તહસબન્ન» નથી કહ્યું, «અમે તેને તમારા માટે ઝબેહ કર્યું છે, પરંતુ વાત એવી છે કે અમારી પાસે સો બકરીઓ છે, અમે તેને વધારવા નથી માંગતા, એટલા માટે જ્યારે કોઈ વચ્ચું જન્મે છે તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરી દઇએ છીએ», લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, જેની જબાન ખૂબ ચાલે છે, (હું શું કરું)? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને તલાક આપી દો», મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! એક સમય સુધી અમે સાથે રહ્યા છે, તેનાથી મારા સંતાનો પણ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને ભલામણ કરો, જો તેનામાં ભલાઈ હશે તો તમારું અનુસરણ કરશે, તમારી વાત માનશે, અને તમે પોતાની પત્નીઓને આ રીતે ન મારો, જે રીતે તમે તમારી દાસીઓને મારો છો», પછી મેં કહ્યું: અલ્લાહના પયગંબર! મને વઝૂ વિશે જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો».رواه أبو داود والترمذي والنسائي وابن ماجه
અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, અને નમાઝ નૂર છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાના નફસને વેચીને પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે