Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:

Available in 65 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કોઈ નથી, અર્થાત્ તેમણે નબી ﷺ પાસે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી, તો નબી ﷺ એ તેને પરવાનગી આપી દીધી, જ્યારે તે પાછો ફર્યો તો નબી ﷺ એ તેને ફરી બોલાવ્યો અને કહ્યું: «શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવીને કહે છે કે હે અલ્લાહના રસૂલ ! મારી મદદ કરનાર કોઈ નથી કે તે મારો હાથ પકડી મને પાંચેય નમાઝ માટે મસ્જિદ તરફ લઈ આવે, હકીકતમાં તે વ્યક્તિ ઈચ્છતો હતો કે નબી ﷺ તેને ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી આપી દે, તો નબી ﷺ એ અનુમતિ આપી દીધી, પરંતુ જ્યારે તે પાછો જવા લાગ્યો, તો નબી ﷺ એ તેને બોલાવ્યો અને કહ્યું: શું તમે અઝાન સાંભળો છો? તેણે જવાબ આપ્યો: હા, હું સાંભળું છું, તો નબી ﷺ એ કહ્યું: તો તમારે નમાઝ માટે બોલાવનારનો જવાબ આપવો પડશે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality