Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

સઅદ બિન્ અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:

Available in 39 languages
«સઅદ બિન્ અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?» આપની સાથે બેઠેલા સહાબાઓ માંથી એકે સહાબીએ સવાલ કર્યો: કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ કંઈ રીતે કમાવી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે સો વખત સુબ્હાનલ્લાહ કહે, તો તેના માટે એક હજાર નેકીઓ લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ કરવામાં આવે છે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓને સવાલ કર્યો: શું તમારા માંથી કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ મેળવવા માટે સક્ષમ નથી?! તો બેઠેલા સહાબાઓ માંથી એકે સવાલ કર્યો: એક વ્યક્તિ કંઈ રીતે એક દિવસમાં એક હજાર નેકીઓ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સો વાર "સુબ્હાનલ્લાહ" કહો; તેના દ્વારા એક હજાર નેકીઓ લખવામાં આવશે; કારણકે એક નેકીનો બદલો દસ બરાબર લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ થઈ જશે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality