ફિકહ અને તેના નિયમો
અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે કઅબ બિન ઉજરહ મને મળ્યા અને કહ્યું: શું હું તમને ભેટ ન આપું?
Available in 60 languages
«અબ્દુર્ રહમાન બિન અબી લૈલા
રિવાયત કરે છે કે કઅબ બિન ઉજરહ મને મળ્યા અને કહ્યું: શું હું તમને ભેટ ન આપું? નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ? નબી ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સોલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)».»Meaning translation ·
Saved at original quality








