Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:

Available in 60 languages
«અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે એક અંધકાર રાત્રીમાં નબી ﷺ ને શોધવા નીકળ્યા, જેથી તેઓ અમને નમાઝ પઢાવે, મેં તેમને શોધી લીધા, આપ ﷺ એ કહ્યું: «કહો» મેં કઈ જવાબ ન આપ્યો, ફરી નબી ﷺ એ કહ્યું: «કહો» ફરી મેં પૂછ્યું કે શું કહું? તો નબી ﷺ એ કહ્યું: «{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

મહાન સહાબી અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેઓ એક રાત્રે નબી ﷺ ને શોધવા માટે નીકળ્યા, જે અંધકાર ભરી રાત અને વરસાદી હતી, જેથી નબી ﷺ તેમને નમાઝ પઢાવે, તો તેમણે નબી ﷺ ને શોધી કાઢ્યા, તો નબી ﷺ એ તેમને કહ્યું: "કહો" અર્થાત્ પઢો, તો તેમણે કઈ ન પઢયુ, તો નબી ﷺ એ ફરી વાર કહ્યું, તો અબ્દુલ્લાહએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! હું શું પઢું? તો નબી ﷺ એ કહ્યું: સૂરે ઇખલાસ પઢો {તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને સવાર સાંજ ત્રણ વખત મુઅવિઝતૈન {સૂરે ફલક} અને {સૂરે નાસ} પઢો, જે તમારા માટે દરેક બુરાઈથી પૂરતી થઈ જસે, અને તમને દરેક બુરાઈઓથી સુરક્ષિત રાખશે.

Source
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality