Hadith for the World
દુઆઓ અને ઝિકરનો ફીકહ

સવાર-સાંજ પઢવાના ઝિકર

4 hadiths

4 hadiths

عن عبد الله بن مسعود رضي الله عنه قال: كان نبي الله صلى الله عليه وسلم إذا أمسى قال: «أمسينا وأمسى الملك لله، والحمد لله، لا إله إلا الله وحده لا شريك له» قال الراوي: أَرَاهُ قال فِيهِنَّ: «له الملك وله الحمد وهو على كل شيء قدير، ربِّ أسألك خير ما في هذه الليلة وخير ما بعدها، وأعوذ بك من شر ما في هذه الليلة وشر ما بعدها، رب أعوذ بك من الكسل، وسُوءِ الكِبَرِ، رب أعوذ بك من عذاب في النار، وعذاب في القبر»، وإذا أصبح قال ذلك أيضا «أصبحنا وأصبح الملك لله».رواه مسلم
શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «સય્યદુલ્ ઇસ્તિગફાર કે તમે કહો: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું), નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ યકીન સાથે સવારે આ દુઆ પઢશે, અને સાંજ થતા પહેલ તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી ગણાશે, અને જે રાત્રે યકીન સાથે આ દુઆ પઢશે અને સવાર થતા પહેલા પહેલા તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી હશે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન ખુબૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે એક અંધકાર રાત્રીમાં નબી ﷺ ને શોધવા નીકળ્યા, જેથી તેઓ અમને નમાઝ પઢાવે, મેં તેમને શોધી લીધા, આપ ﷺ એ કહ્યું: «કહો» મેં કઈ જવાબ ન આપ્યો, ફરી નબી ﷺ એ કહ્યું: «કહો» ફરી મેં પૂછ્યું કે શું કહું? તો નબી ﷺ એ કહ્યું: «{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબુ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».મુત્તફકુન્ અલયહિ