Hadith for the World
દુઆઓ અને ઝિકરનો ફીકહ

મસ્જિદમાં દાખલ થતી વખતે અને નીકળતા વખતે પઢવાની દુઆ

2 hadiths

2 hadiths

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાત) રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ» (અર્થ: હું ધૃતકારેલા શૈતાનથી મહાન અલ્લાહ, તેના સન્માનિત ચહેરા, અને તેની પ્રાચીન સત્તા દ્વારા શરણમાં આવું છું), પૂછવામાં આવ્યું: શું આટલું જ કહેવામાં આવ્યું હતું, તેમણે કહ્યું: હાં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: બસ જ્યારે કોઈ વ્યક્તિ (મસ્જિદમાં પ્રવેશ કરતાં પહેલા) આ દુઆ પઢે છે, તો શૈતાન કહે છે કે આ વ્યક્તિ આખો દિવસ મારાથી સુરક્ષિત રહેશે.આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુમૈદ અથવા અબૂ ઉસૈદ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે