Hadith for the World
દુઆઓ અને ઝિકરનો ફીકહ

ઝિકર માટે આપ ﷺનો તરીકો

5 hadiths

5 hadiths

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે, અને જ્યારે માનવી ઘરમાં દાખલ થતી વખતે અલ્લાહનું નામ નથી લે તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવા માટેની જગ્યા મળી ગઈ, અને જ્યારે માનવી ખાતી વખતે અલ્લાહનું નામ નથી લે તો, તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા: «"અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે».متفق عليه، وهذا لفظ مسلم ورواه البخاري مختصرًا
عن أبي هريرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: «وَاللهِ إني لأَسْتَغْفِرُ اللهَ وأَتُوبُ إليهِ في اليومِ أَكْثَرَ من سَبْعِينَ مَرَّةً».رواه البخاري
અગર્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, અને તેઓ આપ ﷺના સહાબાઓ માંથી હતા, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે