Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:

Available in 56 languages
«અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને રમજાનના મહિનામાં જ્યારે જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાત થતી, તો વધુ દાન કરતા હતા, જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) રમજાનમાં દરરોજ રાત્રે મુલાકાત લેતા, અને કુરઆન મજીદ સંભળાવતા, આવી સ્થિતિમાં અલ્લાહના પયગંબર આંધી કરતાં પણ વધુ જડપથી દાન કરવા લાગતા.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોમાં સૌથી વધારે સખી હતા, અને દાન આપવવાની સ્થિતિ રમજાન મહિનામાં વધી જતી હતી, અને જે વ્યક્તિ જે કંઈ વસ્તુની ઈચ્છા કરતો, તે તેને આપી દેતા, અને વધુ પ્રમાણમાં દાન કરવાના બે કારણો હતા: પહેલું: જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાતના કારણે. 2- કુરઆન પઢવાના કારણે, જે દિલથી પઢવામાં આવતું હતું. બસ જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સંપૂર્ણ ઉતારવામાં આવેલ કુરઆનનો દૌર કરાવતા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સત્કાર્યો કરવાના હેતુથી ખૂબ જ દાન કરતાં, અને અલ્લાહના સર્જનને ફાયદો પહોંચાડવા માટે વરસાદની માફક ભલાઈના કામમાં ભાગ લેતા.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality