Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:

Available in 55 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિએ આ શબ્દો કહી કસમ ખાધી, કે લાત અને ઉઝ્ઝાની કસમ, તે લા ઇલાહ ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) કહે, અને જે વ્યક્તિએ પોતાના સાથીને કહ્યું કે આઓ આપણે જુગાર રમીએ, તો તે સદકો કરે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવાથી રોક્યા છે; કારણકે મોમિન અલ્લાહ સિવાય અન્યની કસમ ખાતો નથી, અને જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્યની કસમ ખાઈ, ઉદાહરણ તરીકે: લાત અને ઉઝ્ઝાની કસમ, તે બંને મૂર્તિઓ હતી, જેની લોકો અજ્ઞાનતાના સમયે ઇસ્લામ પહેલા પૂજા કરતાં હતા, તો તેના માટે જરૂરી છે કે તે કહે: "લા ઇલાહ ઇલ્લલ્લાહ"(અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી), શિર્કથી પાક થવાના કારણે, અને અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવાના કફ્ફારા (પ્રાયશ્ચિત) રૂપે. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સાથીને કહે: આઓ આપણે જુગાર રમીએ, એક, બે અથવા વધુ લોકો દરમિયાન રમવામાં આવતી હરામ રમત, જેમાં વિજય પ્રાપ્ત કરનાર વ્યક્તિ સંપૂર્ણ માલ લઈ જાય છે, અને તે દરેક માંથી એક પણ વ્યક્તિ ન તો માલ છોડે છે ન લઈ જાય છે, તો જે વ્યક્તિ લોકોને જુગાર રમવા પર ઉભારે તો તેણે એક હરામ કૃત્ય કર્યું, જેના પ્રાયશ્ચિત રૂપે તે સદકો કરે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality