Hadith for the World
Tap the image to view it full size
અકીદો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફજરની નમાઝ વખતે બિલાલને કહ્યું:

Available in 31 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફજરની નમાઝ વખતે બિલાલને કહ્યું: «હે બિલાલ! મને તમારું ઇસ્લામમાં સૌથી પુણ્યશાળી કાર્ય વિષે જણાવો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સંભાળ્યો છે», બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કોઈ એવું કાર્ય કર્યું નથી, જે સૌથી પુણ્યશાળી હોય સિવાય કે હું રાત અને દિવસ દરમિયાન કોઈ પણ સમયે વઝૂ કરી નમાઝ પઢી લઉં છું, ફર્ઝ નમાઝ સિવાય.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સપનામાં જોયું કે આપ જન્નતમાં છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બિલાલ બિન્ રબાહ રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: સૌથી પુણ્યશાળી અમલ વિષે જણાવો જે તમે ઇસ્લામમાં સ્વેચ્છિક રૂપે કરો છો, ખરેખર મેં જન્નતમાં તમારા ચપ્પલનો અવાજ સાંભળ્યો છે, જયારે તમે જન્નતમાં મારી આગળ ચાલી રહ્યા હતા. બિલાલ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: સૌથી વધારે પુણ્યશાળી અમલ, જે હું કરું છું કે મેં રાત્રે અને દિવસે ક્યારે પણ વઝૂ તોડ્યું નથી અને તે વઝૂ દ્વારા મારા પાલનહાર માટે નફિલ નમાઝ પઢી, જે મારા માટે અનિવાર્ય કરવામાં આવી ન હતી.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality