Topicકુરઆન મજીદ અને તેના વિષયો
26 hadiths
26 hadiths
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન પઢે છે, સિટ્રોન (એક પ્રકારનું નારંગી જેવું ફળ) જેવુ છે, જેની સુગંધ પણ સારી હોય છે અને સ્વાદ પણ, અને તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન નથી પઢતો, ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો સારો છે, પણ તેમાં સુગંધ નથી હોતી, અને તે મુનાફિકનું ઉદાહરણ, જે કુરઆન પઢે છે, તકમરિયાં (તુલસીના પાંદળા) જેવુ છે, જેમાં સુગંધ તો હોય છે પરંતુ સ્વાદ નથી હોતો, અને તે મુનાફિકનું ઉદાહરણ, જે કુરઆન નથી પઢતો, બાવળના ઝાડ જેવુ છે, જેમાં ન તો સુગંધ હોય છે ન તો સ્વાદ».મુત્તફકુન્ અલયહિ
અબૂ ઉમામા બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે, બે ચમકતી સૂરતો: સૂરે બકરહ અને સૂરે આલે ઈમરાન પઢો, કારણ કે તે બંને કયામતના દિવસે એ સ્થિતિમાં આવશે તે બંને વાદળ હોય, અથવા છાંયડો હોય, અથવા પંખીઓના બે ટોળાં બની આવશે, જે લાઇનમાં ઊભા હોય, તે બંને સૂરતો પોતાને પઢનારના બચાવ માટે ચર્ચા કરશે, સૂરે બકરહ જરૂર પઢો: કારણકે તેને પઢવું બરકત છે, અને તેને છોડવું અફસોસ છે, અને જાદુગરો તેનો સામનો નથી કરી શકતા».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે