Hadith for the World
કુરઆન મજીદ અને તેના વિષયો

કુરઆનની તફસીર

2 hadiths

2 hadiths

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે, અને આ જ તે સમય હશે જ્યારે: {કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય} [ સૂરે અન્આમ: ૧૫૮] કયામત આવી જશે, હજુ તો બે વ્યક્તિએ પોતાનો કપડાંનો સોદો પૂરો પણ નહીં કર્યો હોય અને તેઓએ કપડું પણ નહીં લપેટયું હોય કે (એટલા માંજ કયામત કાયમ થઈ જશે) અને કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવી રહ્યો હતો અને તે તે દૂધને પી પણ નહીં શકે, એવી જ રીતે કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાનો હોઝ તૈયાર કરી રહ્યો હશે અને તે તેમાંથી પાણીનો વપરાશ પણ નહીં કરી શકે અને કયામત એવી સ્થિતિમાં કાયમ થઈ જશે કે એક વ્યક્તિએ ખાવા માટે એક લુકમો ઉઠાવ્યો હશે પરંતુ તે તેને ખાઈ નહીં શકે».મુત્તફકુન્ અલયહિ
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે આ આયત ઉતરી: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી, જેથી અલ્લાહ તમારી આગળ-પાછળની દરેક ભૂલચૂક માફ કરી દે} અહીં સુધી {ખુબ જ ભવ્ય સફળતા છે}. [અલ્ ફત્હ: ૧-૫], તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુદૈબિયહથી પાછો ફરવાનો સમય હતો, લોકોના દિલ પર ભય અને ચિંતા છવાઈ હતી, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરબાનીના ઊંટ નહર કરી દીધા હતા, ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પર એક એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સંપૂર્ણ દુનિયા કરતાં પણ વધુ પ્રિય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે