Hadith for the World
રોઝાના આદેશો

રોઝાની મહત્વતા

5 hadiths

5 hadiths

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાનના દરેક કાર્યો તેના માટે જ છે, ફક્ત રોઝો, તે ફક્ત મારા માટે છે છે અને હું જ તેનો બદલો આપીશ, રોઝો ઢાલ છે, જ્યારે તમારા માંથી કોઈ રોઝો રાખે તો કોઈ વ્યર્થ કાર્ય ન કરે અને ન તો બુમો પાડે, જ્યારે કોઈ તેને ગાળો બોલે અથવા તેની સાથે કોઈ ઝઘડો કરે તો તેને કહી દે કે હું રોઝેદાર છું, કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રાણ છે, અલ્લાહ પાસે રોઝેદારના મોઢા માંથી આવતી સુગંધ કસ્તુરીની સુગંધ કરતા પણ વધુ પ્રિય છે, રોજદાર માટે બે ખુશી ની જગ્યા છે: એક તો જ્યારે તે ઇફતારી કરે, ત્યારે ઇફતારી કરવાના કારણે તેની ખુશી અને બીજી ખુશી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકત કરશે તો (પોતાના રોઝાનો સવાબ જોઈ) ખુશ થઈ જશે».મુત્તફકુન્ અલયહિ
સહલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક જન્નતમાં એક દ્વાર છે, જેને રય્યાન કહેવામાં આવે છે, કયામતના દિવસે તે દ્વાર માંથી ફક્ત રોજદાર જ દાખલ થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય કહેવામાં આવશે: ક્યાં છે રોજેદારો, તેઓ ઊભા થશે, તેમના સિવાય અન્ય કોઈ પણ દાખલ નહીં થાય, બસ જ્યારે તેઓ દાખલ થઈ જશે, ત્યાર પછી અન્ય કોઈ પણ દાખલ નહીં થાય».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે»મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».મુત્તફકુન્ અલયહિ
عن أم المؤمنين عائشة رضي الله عنها قالت: دخل علي النبي صلى الله عليه وسلم ذات يوم فقال: «هل عندكم شيء؟» فقلنا: لا. قال: «فإني إذن صائم» ثم أتانا يومًا آخر فقلنا: يا رسول الله، أهدي لنا حيس. فقال: «أَرِينيه، فلقد أصبحت صائمًا» فأكل.رواه مسلم