Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું :

Available in 65 languages
«અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું : «‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «‌અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «‌સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

નબી ﷺ પોતાના સહાબાઓને સૌથી મોટા ગુનાહ વિશે ખબર આપી રહ્યા છે, અને આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યુ: ૧. અલ્લાહ સાથે શિર્ક કરવું: કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ સિવાય અન્યને તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં) તેના બરાબર ઠેહરાવવો. ૨. માતા-પિતાની નાફરમાની: માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું. ૩. જૂઠી વાત તેમાંથી જૂઠી ગવાહી આપવી: તે દરેક જૂઠી વાત અથવા ગવાહી જેનો હેતુ સામે વાળા વ્યક્તિનું અપમાન કરવું હોય, તેના માલને હડપી લેવામાં આવે અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવે, એવી જ અન્ય કામ કરવા. નબી ﷺ જૂઠી ગવાહી બાબતે ચેતવણી આપતા તેમજ સમાજ પર તેના ભયાનક અસર તરફ ધ્યાન દોરતા વારંવાર આ શબ્દો કહેતા ગયા અહીં સુધી કે સહાબાઓ મનમાં કહેવા લાગ્યા કે કદાચ આપ ﷺ હવે ચૂપ થઈ જતા, તેમના પર દયા ખાતા અને આ વસ્તુની નફરત જે તેમને પરેશાન કરી રહી છે.

Source
મુત્તફકુન્ અલયહિ
Download image

Saved at original quality