Hadith for the World
Tap the image to view it full size
ફિકહ અને તેના નિયમો

અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે:

Available in 62 languages
«અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે: «જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે કે હરામ, માનવીએ એવા કાર્યો કરવા જોઈએ જેના સારા અને હલાલ હોવા પર યકીન હોય; કારણકે તેનાથી માનવીનું દિલ સંતુષ્ટ રહે છે, જ્યારે કે શંકાસ્પદ બાબતો માનવીના દિલને બેચેન અને વિચલિત કરી દે છે.

Source
رواه الترمذي والنسائي وأحمد
Download image

Saved at original quality