Hadith for the World
Tap the image to view it full size
મહત્ત્વતાઓ અને અદબો

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે આપ ﷺને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા:

Available in 48 languages
«અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે આપ ﷺને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા: «ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે તેને ફેરવતો રહે છે», ફરી અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ મુસર્રિફલ્ કુલૂબ્ સર્રિફ કુલૂબના અલા તાઅતિક્" (હે દિલોને ઉલટ ફેર કરનાર! અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે)».»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ખરેખર આદમની દરેક સંતાનના દિલ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, જેમકે તે એક જ હોય, તે જેમ ઈચ્છે છે તેને ફેરવે છે, જો તે ઈચ્છે તો તેને સત્ય પર અડગ કરી દે અને જો તે ઈચ્છે તો તેને સત્યથી દૂર કરી દે, બસ તે દરેક દિલોને એવી રીતે ફેરવે છે કે તે ફક્ત એક જ હોય, અને તેનાથી પવિત્ર અલ્લાહને કોઈ પણ વ્યસ્તતા લાગું પડતી નથી, ફરી નબી ﷺએ દુઆ કરી અને કહ્યું: હે દિલોને ઉલતફેર કરનાર! ક્યારેક અનુસરણ તરફ ફેરવાવાળા તો ક્યારેક અવજ્ઞા તરફ ફેરવનાર, ક્યારેક ઝિક્ર તરફ ફેરવનાર તો ક્યારેક આળસ તરફ ફેરવાવાળા, અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે.

Source
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
Download image

Saved at original quality