ફિકહ અને તેના નિયમો
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
Available in 43 languages
«અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: ન્યાય કરનાર શાસક, તે યુવાન જેની યુવાની અલ્લાહની ઈબાદતમાં પસાર થઈ હોય, એવો વ્યક્તિ જેનું દિલ હમેંશા મસ્જિદ સાથે જોડાયેલું હોય, બે એવા વ્યક્તિ, જેઓ ફક્ત અલ્લાહ ખાતર એકબીજાથી મોહબ્બત કરતા હોય, તેના માટે જ ભેગા થતા હોય અને અલગ થતાં હોય, એક એવો વ્યક્તિ, જેને એક સુંદર અને ઉચ્ચ ખાનદાનની સ્ત્રીએ બોલાવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય: હું અલ્લાહથી ડરુ છું, તે વ્યક્તિ, જે સદકો કરે અને એટલા અંશ સુધી છુપાવીને રાખે કે ડાબા હાથને પણ તે વાતની જાણ નથી થવા દેતો કે જમણા હાથે શુ સદકો કર્યો છે, અને તે વ્યક્તિ, જે અલ્લાહને એકાંતમાં યાદ કરે અને તેની આંખો માંથી આંસુ નીકળી આવે છે».»Meaning translation ·
Saved at original quality







