Hadith for the World
નમાઝના આદેશો

મસ્જિદ માટે કેટલાક આદેશો

9 hadiths

9 hadiths

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે».મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે: «હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن أبي ذر رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم :«عُرِضَتْ عَلَيَّ أعمالُ أُمتي، حَسَنُهَا وسَيِّئُهَا فَوَجَدتُ في مَحَاسِنِ أَعْمَالِهَا الأَذَى يُمَاطُ عَنِ الطَّرِيقِ، ووَجَدتُ في مَسَاوِئِ أَعْمَالِهَا النُّخَاعَةُ تَكُونُ في المَسْجِدِ لا تُدْفَنُ».رواه مسلم
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».મુત્તફકુન્ અલયહિ
અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુમૈદ અથવા અબૂ ઉસૈદ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عَن أَبي هُرَيْرَةَ، قَالَ: قَامَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي صَلاَةٍ وَقُمْنَا مَعَهُ، فَقَالَ أَعْرَابِيٌّ وَهُوَ فِي الصَّلاَةِ: اللَّهُمَّ ارْحَمْنِي وَمُحَمَّدًا، وَلاَ تَرْحَمْ مَعَنَا أَحَدًا. فَلَمَّا سَلَّمَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ لِلْأَعْرَابِيِّ: «لَقَدْ حَجَّرْتَ وَاسِعًا» يُرِيدُ رَحْمَةَ اللهِ.رواه البخاري
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: ન્યાય કરનાર શાસક, તે યુવાન જેની યુવાની અલ્લાહની ઈબાદતમાં પસાર થઈ હોય, એવો વ્યક્તિ જેનું દિલ હમેંશા મસ્જિદ સાથે જોડાયેલું હોય, બે એવા વ્યક્તિ, જેઓ ફક્ત અલ્લાહ ખાતર એકબીજાથી મોહબ્બત કરતા હોય, તેના માટે જ ભેગા થતા હોય અને અલગ થતાં હોય, એક એવો વ્યક્તિ, જેને એક સુંદર અને ઉચ્ચ ખાનદાનની સ્ત્રીએ બોલાવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય: હું અલ્લાહથી ડરુ છું, તે વ્યક્તિ, જે સદકો કરે અને એટલા અંશ સુધી છુપાવીને રાખે કે ડાબા હાથને પણ તે વાતની જાણ નથી થવા દેતો કે જમણા હાથે શુ સદકો કર્યો છે, અને તે વ્યક્તિ, જે અલ્લાહને એકાંતમાં યાદ કરે અને તેની આંખો માંથી આંસુ નીકળી આવે છે».મુત્તફકુન્ અલયહિ