Hadith for the World
નમાઝના આદેશો

નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ

5 hadiths

5 hadiths

અમ્ર બિન શુએબ તેઓ તેમના પિતા અને તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો».આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
બુરૈદહ બિન હુસૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».મુત્તફકુન્ અલયહિ
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી, {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહો: ૧૪]»મુત્તફકુન્ અલયહિ
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે