Hadith for the World
નમાઝના આદેશો

નમાઝની મહ્ત્વતા

10 hadiths

10 hadiths

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા, મારો મજબૂત ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સમેત આગ લગાવી દઉં».મુત્તફકુન્ અલયહિ
અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મઅદાન બિન અબી તલ્હા અલ્ યઅમરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આઝાદ કરેલ ગુલામ ષૌબાન સાથે મુલાકાત કરી, મેં કહ્યું: મને એક એવો અમલ જણાવો કે જેના કારણે અલ્લાહ મને જન્નતમાં દાખલ કરી દે? અથવા મેં કહ્યું: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે, તેઓ ચૂપ રહ્યા, મેં ફરીવાર સવાલ કર્યો, તેઓ ચૂપ રહ્યા, મેં ત્રીજી વખત સવાલ કર્યો તેઓએ કહ્યું: આ વિશે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કર્યો તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહ માટે વધુ પ્રમાણમાં સિજદા કરતા રહો, કારણકે અલ્લાહ તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરે છે અને અલ્લાહ તમારી ભૂલોને મિટાવી દે છે,» મઅદાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: ફરી મેં અબૂ દરદાઅ સાથે મુલાકાત કરી, અને તેમને પણ આ વિશે સવાલ કર્યો તો તેઓએ પણ મને ષૌબાને આપેલ જવાબ પ્રમાણે જવાબ આપ્યો.આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે» સહાબાઓએ કહ્યું: ના, તેના શરીર પર કંઈ પણ મેલ બાકી નહીં રહે, નબી ﷺએ કહ્યું: «આજ ઉદાહરણ પાંચ નમાઝોનું છે કે અલ્લાહ તેના દ્વારા બંદાઓના ગુનાહ માફ કરી દે છે».મુત્તફકુન્ અલયહિ
જુન્દુબ બિન અબ્દુલ્લાહ અલ્ કસરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના શરણમાં આવી ગયો, અર્થાત્ (એવું કામ કરો કે) અલ્લાહ તમને પોતાની જવાબદારીમાં કોઈ પણ વસ્તુના આધારે ક્યારેય સવાલ ન કરે, કારણકે જો અલ્લાહ તઆલા કોઈને પોતાની જવાબદારી વિષે સવાલ કરી લે તો તેને પકડી લેશે અને ઊંધા મોઢે જહન્નમમાં દાખલ કરી દે શે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ ઝુહૈર ઉમારહ બિન રુવયબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉષમાન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની સંપૂર્ણ હાજરી) સાથે પઢે, અને સારી રીતે રુકૂઅ કરે, તો તે નમાઝ તેના માટે તેના પાછલા ગુનાહોનો કફ્ફારો બની જાય છે, સિવાય એ કે તે મોટા ગુનાહ ન કરે, અને આ મહત્ત્વતા હંમેશા માટે રહે છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, અને નમાઝ નૂર છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાના નફસને વેચીને પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
عن ربيعة بن كعب الأسلمي قال: كنتُ أبيتُ مع رسول الله صلى الله عليه وسلم فأتيتُه بوَضوئه وحاجته فقال لي: «سل» فقلت: أسألك مرافقتك في الجنة. قال: «أو غير ذلك؟» قلت: هو ذاك. قال: «فأعني على نفسك بكثرة السجود».رواه مسلم
عن عائشة عن النبي صلى الله عليه وسلم قال: «ما من ميت تصلي عليه أُمَّةٌ من المسلمين يبلغون مائة، كلهم يشفعون له، إلا شفعوا فيه».رواه مسلم