126 hadiths
અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા, «"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વ-અલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)». અને બીજી રિવાયતના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં સલામ ફેરવવા માટે બેસે અને આ શબ્દો કહે છે: "અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહમતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન" (((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય) તો આકાશ અને જમીનના દરેક સદાચારી બંદાઓ તરફથી સલામ કહેવું સાબિત થઈ જશે, "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" (હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».મુત્તફકુન્ અલયહિ
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ માટે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહેતા તો કુરઆન (સૂરે ફાતિહા) પઢતા પહેલા થોડી વાર માટે શાંત રહેતા, તો મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, તમે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) અને કુરઆન (સૂરે ફાતિહા) પઢવા દરમિયાન ચૂપ રહો છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «હું આ દુઆ પઢું છું: "અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિષ્ ષલ્જિ વલ્ માઇ વલ્ બર્દ" (અર્થાત્: હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)».મુત્તફકુન્ અલયહિ
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા: «જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત (નફિલ) નમાઝ પઢો, પછી કહો: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક બિઇલ્મિક વઅસ્તક્દિરુક બિકુદરતિક, વઅસ્અલુક મિન્ ફઝ્લિકલ્ અઝીમ્, ફઇન્નક તક્દિરુ વલા અક્દિરુ, વતઅલમુ વલા અઅલમુ, વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્, અલ્લાહુમ્મ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર ખૈરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «આજિલ્ અમ્રી, વ આજિલહુ, ફક્દુર્હુ લી વ યસ્સીર્હુલી ષુમ્મ બારિક્ લી ફીહિ, વ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" અર્થ: (હે અલ્લાહ! હું તારા ઇલ્મ દ્વારા ભલાઈનો સવાલ કરું છું, તારી કુદરત વડે શક્તિ માગું છું અને તારી મહાન કૃપાનો સવાલ કરું છું, એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે, હું કુદરત નથી ધરાવતો, તું જાણે છે હું નથી જાણતો, ફક્ત તું જ ગૈબનું ઇલ્મ જાણે છે, હે અલ્લાહ! તું જાણે છે કે આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામરૂપે સારું છે) અથવા દુઆમાં આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, તો તું તેને મારા માટે નક્કી કરી દે, મારા માટે સરળ બનાવી દે અને તેમાં બરકત આપ, અને તું જાણે છે કે જો આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામ રૂપે) અથવા આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, (દુનિયા અને આખિરત બન્ને માટે (નુકસાનકારક) હોય તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી દેરવી દે, અને મને તેના કરતાં શ્રેષ્ઠ ભલાઈ મારા માટે નક્કી કરી દે, તે જ્યાં કઈ પણ હોય, ફરી મને તેનાથી સંતુષ્ટ કરી દે) «ફરી પોતાની જરૂરતનું નામ લેવું».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે, તેનું કારણ એ છે કે જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે છે, અને તે નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ આવે છે, તેને નમાઝ સિવાય બીજી કોઈ વસ્તુએ ઘરની બહાર નથી કાઢ્યો, તેનો ઈરાદો ફક્ત નમાઝ પઢવાનો જ છે, તો જે પણ ડગલું તે ઉઠાવશે તેના કારણે તેનો એક દરજ્જો બુલંદ થશે અથવા એક ગુનોહ માફ કરી દેવામાં આવશે, અહીં સુધી કે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે, જ્યારે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે તો તે નમાઝમાં જ છે એમ સમજવામાં આવે છે, જ્યાં સુધી નમાઝ તેના માટે ત્યાં રોકાઇ જવાનું કારણ બનતી હોય, તમારા માંથી જે વ્યક્તિ તે જ જગ્યા પર બેસી રહે જ્યાં તેણે નમાઝ પઢી હતી, તો ફરીશતાઓ તેના માટે દયા અને માફીની દુઆ કરતા કહે છે, તેઓ કહે છે: "અલ્લાહુમ્મર્ હમ્હુ, અલ્લાહુમ્મગ્ ફિર્ લહુ, અલ્લાહુમ્મ તુબ્ અલૈહ" (હે અલ્લાહ ! તેના પર દયા કર, હે અલ્લાહ ! તેને માફ કરી દે, હે અલ્લાહ તેની તૌબા કબૂલ કર), જ્યાં સુધી તે કોઈને તકલીફ ન પહોંચાડે અથવા તેનું વુઝૂ તૂટી ન જાય».મુત્તફકુન્ અલયહિ